PM Expressed Grief Over the Demise of Former CM Keshubhai Patel | Samachar 4 @ PM | 29-10-2020
29-10-2020 | 4:11 pm
Share Now 1. ભાજપ ગુજરાતના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની જૈફ વયે નિધન - અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ - આજે સાંજે સંપૂર્ણ રાજકિયા સન્માન સાથે થશે તેમના અંતિમ સંસ્કાર -
2. વર્ષ 1995 અને 1998થી 2001 સુધી ગુજરાતની સંભાળી હતી ધુરા - વર્ષ 1944માં જનસંઘથી સફર શરૂ કરી 6 વખત રહ્યા ધારાસભ્ય, બે વખત સાંસદ, નગરપાલિકાના સભ્ય અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ આપી હતી સેવા.
3. કેશુબાપાના નિધન પર શોક વ્યક્ત કરત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ , પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ - ગુજરાતના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક મોટા નેતાઓએ શોક વ્યક્ત કર્યો - ગુજરાત કેબિનેટે કરી રાજકિય શોકની જાહેરાત - ભાજપે આજની પેટ ચૂંટણીના પ્રચાર માટેની તમામ જાહેર સભાઓ કરી રદ્દ.
4. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખૂબ જ મહત્વનો ડેમ પુનર્વસન અને સુધારણા કાર્યક્રમના બીજા અને ત્રીજા તબક્કાને આપવામાં આવી મંજૂરી - દેશભરના 736 ડેમોની સુરક્ષા અને સંચાલન સુધારવા માટેનો છે આ ખાસ પ્રોજેક્ટ - વર્ષ 2021 થી 2031 સુધીમાં રુ. 10 હજાર 211 કરોડના ખર્ચે લાગુ થશે આ કાર્યક્રમ
5. દેશમાં કોરોના સંક્રમણ આવી રહ્યું છે અંકુશમાં - અત્યારે 6 લાખ 3 હજાર 687 કેસ સક્રિય, જ્યારે કુલ 73 લાખ 15 હજાર 989 લોકો થયા સાજા - દેશનો રિકવરી રેટ 90.99 ટકા - ICMRના રિસર્ચમાં સામે આવી ખૂબ મહત્વની બાબત - BCG રસીકરણથી વૃદ્ધોમાં વધે છે રોગ પ્રતિકારક શક્તિ - કોવિડ 19 સામેના જંગમાં BCGથી થઈ શકે છે મોટો ફાયદો.
6. રાજ્યમાં સતત ઘટી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ -ગત છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 980 કેસ-સુરતમાં સૌથી વધારે 227, અમદાવાદમાં 186, વડોદરામાં 113 અને રાજકોટમાંથી સામે આવ્યા 91 કેસ-6 દર્દીઓના થયા મૃત્યુ-જ્યારે 1 હજાર 107 દર્દી સ્વસ્થ થતા રીકવરી રેટ થયો 89.97 ટકા.
7. રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણીને લઈ પ્રચાર અભિયાનમાં આવ્યો વેગ - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લિંબડી અને મોરબીની જાહેર સભામાં કહ્યુ, તમામ બેઠકો પર ખિલશે ભાજપનું કમળ - તો કરજણમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે અને કપરાડામાં હાર્દિક પટેલે સંબોધી સભા.
8. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં થયું 54.44 ટકા મતદાન- તો બીજા તબક્કા માટે ચૂંટણી પ્રચાર તેજ-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી જનસભાઓને કરી સંબોધિત-વિપક્ષી નેતાઓ પર સાધ્યું નિશાન-કહ્યુ, માત્ર નીતિશ કુમાર જ રાજ્યને આપી શકે છે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર-કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કરી ચૂંટણી રેલી-અન્ય પાર્ટીઓના નેતાઓ પણ પ્રચારમાં જોડાયા.