PM to hold meeting of all political parties from J&K in New Delhi | Morning News | 24-06-2021
Live TV
PM to hold meeting of all political parties from J&K in New Delhi | Morning News | 24-06-2021
24-06-2021 | 8:26 am
1...પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુ-કશ્મીરના રાજકીય પક્ષોના નેતાઓ સાથે કરશે ખાસ બેઠક...બેઠકમાં નેશનલ કોન્ફ્રેન્સ, PDP સહિત અનેક રાજકીય પાર્ટીઓના નેતાઓ થશે સામેલ...જમ્મુ-કશ્મીરમાં વિકાસની ગતિવિધીઓને ઝડપી બનાવવા અંગે બેઠકમાં કરાશે ચર્ચા...ગૃહમંત્રી અમિત શાહ પણ થશે સામેલ...
2...પ્રધાનમંત્રી આજે ટોયકાથોન-2021ના સહભાગીઓને પણ કરશે સંબોધન... સંવાદનો ઉદે્શ 100 અરબ ડોલરના વૈશ્વિક રમકડા બજારમાં ભારતની ભાગીદારીને વધારવા અને પ્રોત્સાહન આપવાનો....ટોયકાથોનમાં ભાગ લઈ રહી છે 2471 ટીમ..
3...કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન યુદ્ધના ધોરણે ચાલુ... અત્યાર સુધીમાં દેશભરમાં 30 કરોડથી વધુ લોકોનું કરાયું રસીકરણ...82 દિવસ બાદ ભારતમાં એક્ટિવ કેસનો આંકડો થયો 6 લાખ 43 હજાર...સાજા થવાનો દર પહોંચ્યો 96 ટકાને પાર... તો કોરોનાના નવા વેરિયન્ટ ડેલ્ટા પ્લસ પર કેન્દ્ર સરકાર રાખી રહી છે નજર... મહારાષ્ટ્ર, કેરળ અને મધ્યપ્રદેશ બાદ કર્ણાટકમાં પણ નોંધાયા કેટલાક કેસ...
4....દેશભરમાં કોરોનાના નવા 50 હજાર, 848 નવા કેસ...જ્યારે 68 હજારથી વધુ દર્દીઓ થયા સ્વસ્થ.... આંધ્રપ્રદેશમાં 4 હજાર, 684 નવા કેસ નોંધાયા.... ઝારખંડ સરકારે 1 લી , જુલાઈ સુધી લંબાવ્યા પ્રતિબંધો.....
5...ગુજરાતમાં સતત ઘટી રહ્યું છે કોરોના સંક્રમણ... બુધવારે રાજ્યમાં નોંધાયા 138 કોરોનાના નવા કેસ..... અમદાવાદમાં નવા 31 કેસ...સુરતમાં 31 કેસ...વડોદરામાં 16 કેસ...રાજકોટમાં 8 કેસ....રાજ્યમાં ત્રણ દર્દીઓના કોરોનાથી થયા મૃત્યુ....તો 487 દર્દીઓ થયા સ્વસ્થ....રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.20 ટકા.... આજે રાજ્યભરમાં 4 લાખ, 48 હજાર 153 લોકોનું કરાયુ રસીકરણ ...
6...આજે ભગવાન જગન્નાથની 144 મી જળયાત્રા...નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા રહ્યા હાજર..મર્યાદિત લોકોની ઉપસ્થિતિમાં યોજાશે જળયાત્રા...કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે કરાશે પાલન.. મંદિર પ્રાંગણમાં ગજરાજની પણ રહેશે ઉપસ્થિતિ... આ તરફ દ્વારકામાં પણ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર... પૂનમ નિમિત્તે જગતના નાથનો કરાયો જ્યેષ્ઠા અભિષેક..
7....રાજ્યના 52 તાલુકામાં નોંધપાત્ર વરસાદ.... 10 તાલુકામાં સરેરાશ 1 ઈંચથી વધુ વરસાદ... સૌથી વધુ સુરતના કામરેજમાં સાડા ચાર ઈંચ વરસાદ.... ગાંધીનગરમાં રાહત કમિશનર,હર્ષદ પટેલની અધ્યક્ષતામાં યોજાઇ વેધર વોચ ગ્રૂપની બેઠક..હવામાન વિભાગના મતે, આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના નહીંવત..
8...ક્રિકેટના ઇતિહાસમાં ન્યૂઝીલેન્ડે રચ્યો ઇતિહાસ... ભારતને 8 વિકેટથી પરાજય આપીને બન્યું સૌપ્રથમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન...કેન વિલિયમસન-રોસ ટેલરે ભજવી મહત્વની ભૂમિકા, સરળતાથી પૂરો કર્યો 139 રનનો ટાર્ગેટ...કેપ્ટન વિરાટ કોહલી ફરી એકવખત આઈસીસી ખિતાબ જીતવામાં રહ્યા નિષ્ફળ...