PM Modi, Russian President hold telephonic conversation | Samachar @4PM | 18-09-2020
Live TV
PM Modi, Russian President hold telephonic conversation | Samachar @4PM | 18-09-2020
18-09-2020 | 8:21 pm
1.અમદાવાદ માં ,ચાઈલ્ડ ટ્રાફિકિંગ નો થયો પર્દાફાશ-બિહાર થી ગુજરાત માં બાળ મજૂરો લાવવા માં આવતા ,CID ક્રાઈમ બ્રાન્ચે ,વિવિધ NGO સાથે મળી ,કૌભાંડ પાડ્યુ ખુલ્લુ- 32 બાળકો ને છોડાવ્યા
2.રાજ્ય માં ,નથી થમી રહ્યો કોરોનાનો કેર-આજે સુરતમાં નવા 79 , અમરેલીમાં વધુ 26 કેસ નોંધાયા-રાજકોટની ફરી મુલાકાત લઈ આરોગ્ય અગ્ર સચિવ ડોક્ટર જયંતી રવિએ તબીબો સાથે કરી સ્થિતિની સમિક્ષા.રાજકોટમાં આજે કોરોના સંક્રમિત 25 દર્દીઓના થયા મૃત્યુ-રાજકોટમાં તપાસ વ્યવસ્થામાં વધારે ચોકસાઈ વર્તાઈ
3-ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનો કોરોના રિપોર્ટ પોઝીટીવ-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના ખબર અંતર પુછ્યા -નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેશુભાઈને સારામાં સારી સારવાર મળી રહે અને તેઓ ઝડપથી સાજા થાય તે માટે આરોગ્ય વિભાગને કર્યો આદેશ
4-21 સપ્ટેમ્બરથી શરૂ થનારા વિધાનસભા ના સત્રને લઈ તૈયારી પૂરજોરમાં-ગૃહ રાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યુ, કોરોના કાળમાં કોરોનાની સારવાર, મૃત્યુદર ઘટાડવા સહિતની રાજ્ય સરકારની ઉત્કૃષ્ટ કામગીરીનો વિધાનસભામાં હિસાબ આપશે સરકાર-કોરોનાનું સક્રમણ ન વધે તે માટે માત્ર તાકીદના પ્રશ્નો માટે જ ધારાસભ્યોને પ્રશ્નો પુછવાની અપાઈ છૂટ
5-કોરોના સામે ભારત સતત મેળવી રહ્યું છે સારા પરિણામ-રિકવરી રેટ થયો 78.86 ટકા-જ્યારે મૃત્યુદર ઘટીને 1.62 ટકા થયો-41 લાખ 12 હજારથી વધારે દર્દી સારી સારવાર બાદ થયા સ્વસ્થ-વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 3 કરોડ 3 લાખ 3 હજારને પાર-સાડા નવ લાખથી વધારે લોકોના મૃત્યુ.
6- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી બિહારમાં કોસી મહાસેતુ સહિત 12 રેલ પરિયોજનાઓની રાજ્યને આપી ભેટ-ભારત, નેપાળ સીમાની સાથે બનેલા રણનીતિક રૂપથી મહત્વપૂર્ણ કોસી મહાસેતુના ઉદ્ધાટનની સાથે જ રાજ્યના લોકોની 86 વર્ષની લાંબી પ્રતિક્ષાનો આવ્યો અંત.
7-સંસદના પાંચમા દિવસે રાજ્યસભામાં આજે મહત્વના ત્રણ બિલ પર કરવામાં આવી ચર્ચા-સેલરીઝ એન્ડ એલાઉન્સિસ ઓફ મિનિસ્ટર્સ એમેન્ડમેન્ટ બીલ 2020, હોમિયોપથી સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ 2020 અને ઇન્ડિયન મેડિસીન સેન્ટ્રલ કાઉન્સિલ એમેન્ડમેન્ટ બીલ 2020 પર કરાઈ ચર્ચા-આરોગ્ય મંત્રી ડૉક્ટર હર્ષવર્ધને ચર્ચા પર આપ્યો જવાબ.
8-કચ્છી બોલી અને ગુજરાતી ભાષા વચ્ચે સેતુ બનવા કચ્છ જિલ્લા પંચાયતનું એક મહત્વ પગલું-કચ્છી બોલી બોલતા વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષાને લઈ કોઈ સમસ્યા ન સર્જાય તે માટે તૈયાર કરાઈ ખાસ એપ્લિકેશન-ઓનલાઈ શિક્ષણમાં અંતરિયાળ વિસ્તારના બાળકો અને શિક્ષકો વચ્ચે એપ કરશે સંવાદનું કામ.
9-કારોબારી સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેર બજાર રેડ ઝોનમાં -દિવસ દરમિયાન ફાર્મા શેરોમાં તેજી-જ્યારે બેંકિંગના શેરો પર દબાણ-દિવસના અંતે બીએસઈનો સેન્સેક્સ 134 અંક ઘટી 38 હજાર 845 પર જ્યારે એનએસઈનો નિફ્ટી પણ 11 અંક ઘટી 11 હજાર 504 પર થયો બંધ-