PM Modi to unveil Income Tax Appellate Tribunal Office Today | Samachar @ 11 AM | 11-11-2020
11-11-2020 | 12:20 pm
Share Now 1.રાજ્યની પેટાચૂંટણીના પરિણામના બીજા દિવસે રાજ્યમંત્રિમંડળની મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક.તહેવારોની ઉજવણી,ફટાકડા ફોડવા અંગેની માર્ગદર્શિકા, મગફળીની ખરીદી, કઠોળના ટેકાના ભાવ, શાળા કોલેજો ફરી શરૂ કરવા અંગેની SOPની કેબિનેટમાં ચર્ચાની શક્યતા.
2.ગુજરાત વિધાનસભા પેટાચૂંટણીની આઠે-આઠ બેઠકો પર, ભાજપનો ભગવો લહેરાયો -. કમલમ ખાતે વિજયોત્સવ - મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આઠેય બેઠકો પર ભાજપના ભવ્ય વિજયને , 2022ની વિધાનસભા ચૂંટણીનું ટ્રેલર ગણાવ્યું - જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે, ભાજપના નેતૃત્વમાં વ્યક્ત કરેલા વિશ્વાસ બદલ , સૌનો આભાર વ્યક્ત કર્યો- તો કોંગ્રેસે જનતાના ચુકાદાનો કર્યો સ્વીકાર.
3.બિહારમાં યોજાયેલી 243 બેઠકો ઉપર ચૂંટણીના પરિણામ જાહેર. ભારે રસાકસી બાદ બિહારમાં એનડીએ મેળવી બહુમતી.એનડીએને મળી 125 જ્યારે મહાગઠબંધનને જીતી 110 બેઠક.અન્યને ફાળે ગઇ 8 સીટ. ભાજપમાં ઠેરઠેર વિજયોત્સવ મનાવાયો.
4. બિહાર વિધાનસભા અને પેટાચૂંટણીમાં ભાજપના વિજય અંગે ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યકર્તાઓને આપ્યા અભિનંદન.બિહારે લોકશાહીનો નવો અધ્યાય શરૂ કર્યો હોવાનો કર્યો ઉલ્લેખ. મધ્યપ્રદેશના વિજય અંગે.પ્રધાનમંત્રીએ કહ્યું કે મતદારોએ મજબૂત અને સ્થિર સરકાર કરી સુનિશ્ચિત
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કટકના આયકર અપીલીંગ પ્રાધિકરણના નવા પરિસરનું કરશે વર્ચ્યુઅલી ઉદઘાટન.ITAT અંગેની કોફી ટેબલ બૂકનું પણ કરશે વિમોચન.
6.કોરોનાના દેશભરમાં છેલ્લા ચોવિસ કલાકમાં 44 હજાર281 નવા કેસ.રિકવરી રેટ વધીને 93 ટકાની વધુ નજીક પહોંચ્યો.એક જ દિવસમાં 50હજાર326 દર્દીઓ થયા સાજા. સાજા થવાનો આંકડો 80 લાખને પાર.ચોવિસ કલાકમાં 512 દર્દીઓના મોત.
7. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં , કોરોનાના નોંધાયા 1હજાર49 કેસ - સામે આઠ સો અગ્ણ્યાએસી દર્દીઓ સાજા થયા , પાંચ લોકોના મૃત્યુ - રીકવરી રેટ થયો 91.15 ટકા - કોરોના સંક્રમણની પરિસ્થિતીને અનુલક્ષીને, મુખ્યમંત્રી દ્વારા યોજાતો નૂતન વર્ષાભિનંદન મિલન સમારોહ , આ વર્ષે રહેશે મોકૂફ..
8. સપ્તાહના ત્રીજા દિવસે પણ શેરમાર્કેટ ગ્રીન ઝોનમાં. બેંકિંગ, ઓટો અને મોબાઇલ ફોન કંપનીઓના શેરોમાં લેવાલીના પગલે સેન્સેક્સ ત્રણસો પોઇન્ટ કરતાં વધુ ઉછળ્યો.નિફટીમાં 130 પોઇન્ટનો વધારો