PM Narendra Modi to interact with Varanasi based NGOs | Samachar @ 11 AM | 09-07-2020
Live TV
PM Narendra Modi to interact with Varanasi based NGOs | Samachar @ 11 AM | 09-07-2020
09-07-2020 | 11:10 am
1 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે ઇન્ડિયા ગ્લોબલ વીક 2020ના ઉદઘાટન સમારોહને સંબોધિત- 30 કરતા પણ વધુ દેશોના 5 હજાર વૈશ્વિક સહભાગીઓ જોડાશે ---3 દિવસ સુધી ચાલનારા આ વર્ચ્યુઅલ સંમેલનનો વિષય છે "બી ધ રીવાઈવલ: ઇન્ડિયા એન્ડ એ બેટર ન્યૂ વર્લ્ડ"
2. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાઈ, કેન્દ્રિય કેબિનેટ ની બેઠક- પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ ના ,107 શહેરો માં બનેલા ,1 લાખ 8 હજાર મકાનો ને, પ્રવાસી શ્રમિકોને રાહત દરે, ભાડે આપવાના નિર્ણય ને, કેબિનેટે આપી મંજૂરી - મનરેગા હેઠળ ,બનાવાશે વધુ મકાન - કેન્દ્રિય કેબિનેટે ,ખેતી ક્ષેત્રે સસ્તી લોન ,અને ખેતી માં ,પ્રોત્સાહન હેતુ ,એક લાખ કરોડ ના પેકેજ ને આપી ,મંજૂરી
3.કેન્દ્રીય કેબિનેટે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના ને ,નવેમ્બર ના અંત સુધી ના વિસ્તાર ને આપી ,મંજૂરી- રાજ્ય ના પ્રવાસી શ્રમિકો પણ ,ઉઠાવી શકશે લાભ - ઉજ્જવલા યોજના હેઠળ ,સપ્ટેમ્બર મહિના સુધી, મફત સિલિન્ડર આપવા માં આવશે- સાથે જ ,ઓગસ્ટ સુધી ,નાના ઉદ્યોગકારો નું ,પ્રોવિડન્ડ ફંડ ચૂકવશે ,સરકાર
4. જમ્મુ કાશ્મીરના બાંદીપુરામાં આતંકવાદીઓએ ભાજપના નેતા વસીમ બારી, તેમના ભાઈ અને પિતાની કરી હત્યા---એમની સુરક્ષામાં લાગેલા 10 પોલીસકર્મીઓની કરાઈ ધરપકડ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વસીમના પરિવાર પ્રત્યે વ્યક્ત કરી શોકની લાગણી
5-મુખ્ય મંત્રી વિજય રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી, રાજ્ય મંત્રી મંડળ ની બેઠક માં લેવાયા ,મહત્વ ના નિર્ણયો-રાજય માં ,પ્રધાનમંત્રી ,ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત, અનાજ વિતરણ ની કામગીરી ,10 જુલાઈ થી થશે શરૂ - તો ગીર, બરડા, આલેચ ના જંગલ વિસ્તાર ના નેસ માં રહેતા ,રબારી, ભરવાડ, ચારણ જાતિ ના અનૂસુચિત જન જાતિ ના ,સાચા લાભાર્થી નક્કી કરવા માટે, કમિશન ની કરાશે, રચના
6- સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટ્યું- 21 તાલુકાઓમાં અત્યારસુધીમાં 20થી 40 ઇંચ વરસાદ તો 14 જિલ્લાઓમાં હજી 4 થી 6 ઇંચ જેટલો વરસાદ દ્વારકામાં વરસાદે વિરામ લેતા હાથ ધરાઈ ઘરો અને વિસ્તારોમાંથી પાણી કાઢવાની કામગીરી- અમદાવાદમાં સીઝનનો સરેરાશ વરસાદ 10.56 ઇંચ પર પહોંચ્યો- અરવલ્લીના ધનસુરામાં ધોધમાર વરસાદ.
7.-રાજ્ય માં ,કોરોના નો કહેર ,યથાવત - રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 783 કેસ નોંધાયા- સુરતમાં સૌથી વધુ 273 કેસ -જ્યારે અમદાવાદમાં 156, કેસ નોંધાયા-સાથે જ વડોદરામાં 67 , રાજકોટમાં 39 , ભાવનગરમાં 19 કેસ નોંધાયા -આજે 569 દર્દીઓ સારવાર બાદ થયા સ્વસ્થ-જ્યારે 16 લોકોના થયા મૃત્યુ
8. કોવિડ 19ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના પ્રયાસોને મજબુત બનવવા માટે, દિલ્હી સ્થિત એમ્સ, રાજ્યોના ડોક્ટર્સને આપશે ટેલી-કંન્સલ્ટેશન દ્વારા દિશા નિર્દેશ- દેશમાં કોવિડ 19થી સાજા થવાનો દર વધીને થયો 62.8 ટકા- છેલ્લા 24 કલાકમાં 2 લાખ 65 હજારથી વધુ નમુનાઓની તપાસ- દુનિયાભરમાં કોવિડ 19થી સંક્રમિત કેસોની સંખ્યા વધીને થઇ 1 કરોડ 20 લાખને પાર.
9. દૂધ ઉત્પાદન થકી ડાંગ જિલ્લાની આદિવાસી મહિલાઓ બની રહી છે આત્મર્નિભર. જિલ્લામાં 195 મહિલા સંચાલિત દૂધ મંડળીઓમાં દૈનિક 40 હજાર લીટરથી વધુ દૂધનું થાય છે ઉત્પાદન. દૂધ મંડળી દ્વારા દર મહિને 4 કરોડ રૂપિયાની આવક મેળવે છે મહિલાઓ