PM urged everyone to contribute towards the welfare of our forces| MID DAY NEWS| 07-12-2020
07-12-2020 | 2:57 pm
Share Now 1. ગીર સોમનાથના તાલાલામાં ફરી ધ્રુજી ધરા-મોડી રાતથી સવાર સુધીમાં 20 જેટલા ભૂકંપના આંચકાથી લોકોમાં વ્યાપો ભય-ભૂકંપનું કેન્દ્રબિન્દુ તલાલાથી 12 કિલોમીટર દૂર નોંધાયું-આ પહેલા પણ જિલ્લામાં ઘણીવાર આવ્યા છે હળવા આંચકા.
2. અમદાવાદીઓએ હજુ પણ કરવું પડશે નાઈટ કર્ફ્યુનું પાલન-બીજો હુકમ ન થાય ત્યાં સુધી શહેરમાં યથાવત રહેશે નાઈટ કર્ફ્યુ -અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું -તો શહેરના કન્ટેઈનમેન્ટ ઝોનમાં 31 ડિસેમ્બર સુધી રહેશે લોકડાઉન -જો કે આવશ્યક ચીજવસ્તુઓનું વેચાણ અને વિતરણ તથા તબીબી સેવાઓમાં ન રહે કોઈ બાધા.
3. રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત - રવિવારે નોંધાયા નવા 1 હજાર 455 કેસ - અમદાવાદમાં 306 , વડોદરામાં 174, રાજકોટમાં 164, સુરતમાં 295 કેસ આવ્યા સામે - છેલ્લા 24 કલાકમાં 1 હજાર 485 દર્દીઓ થયા સ્વસ્થ, 17 દર્દીના થયા મૃત્યુ-- રાજયનો રીકવરી રેટ પહોચ્યો 91.42 ટકાએ
4. કોવિડ 19 સામે ભારતના સફળ પ્રયાસો ચાલુ - સંક્રમણની સંખ્યામાં થઈ રહ્યો છે ઘટાડો - દેશમાં કોરનાના કુલ સક્રિય કેસો સંખ્યા થઈ 4 લાખથી ઓછી, અત્યારે છે ત્રણ મહિનાનાં સૌથી ઓછા કેસો - દેશનો રિકવરી દર થયો 94.45 ટકા.
5. પ્રધાનમંત્રીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા આગ્રા મેટ્રો પરિયોજનાનો કર્યો શિલાન્યાસ - પ્રધાનમંત્રીએ કહ્યું, છેલ્લા છ વર્ષ દરમ્યાન દેશનાં 7 શહેરોમાં વિકસ્યુ છે મેટ્રો રેલનું નેટવર્ક - સરકારના પ્રયાસોથી ભારત હવે Travel & Tourism Competitiveness Index માં 65 થી સુધરીને પહોંચ્યુ છે 34માં ક્રમે.
6. દિલ્હીમાંથી ઝડપાયા 5 શંકસ્પદ આતંકવાદીઓ -બે આતંકી પંજાબના અને ત્રણ આતંકી કાશ્મીરના હોવાની મળી જાણકારી- દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા હથિયાર તથા અન્ય સામાન સાથે પાંચેય આતંકવાદીઓની કરાઈ ઘરપકડ.
7. આજે ઉજવાઈ રહ્યો છે સશત્ર સેના ઝંડા દિવસ - અભૂતપૂર્વ ત્યાગ અને બલિદાનની ભાવના સાથે દેશની રક્ષા કરનારા શહીદ સૌનિકોની યાદમાં મનાવવામાં આવે છે આજનો દિવસ - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ગુજરાતના મુખ્યમંત્રીએ સેનાના સમર્પણ પ્રત્યે વ્યક્ત કર્યો આદરભાવ.
8. પ્રસિદ્ધ પર્યટન સ્થળ દીવના ઘોઘલા બીચને મળ્યુ બ્લુ ફ્લેગ સર્ટીફિકેટ - 33 જેટલા વિવિધ નિયમો પાસ કરીને ઘોઘલા બીચે પાસ કર્યું બ્યુ ફ્લેગનું પ્રમાણપત્ર - અહીં કચરાને વિભાજીત કરી બને છે તેનું ખાતર.
9. મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા થયુ ઘડિયા લગ્નનું આયોજન - એક જ દિવસમાં સંપન્ન થઈ સાગાઈ, માંડવો અને લગ્ન સહિતની વિધિ - કોરોનાકાળમાં થયું સમય, શક્તિ અને નાણાનો વ્યય અટકાવતુ ઉદાહરણ રુપ કાર્ય.