PRIME MNISTER IN UNGA || News Focus Live @ 8.30 PM | Date: 27-09-2019
27-09-2019 | 8:32 pm
Share Now 1.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74માં સત્રને કર્યું સંબોધન - કહ્યું આતંકવાદ માનવતાનો સૌથી મોટો પડકાર- આતંકવાદ સામે લડવા આખા વિશ્વને એક જૂથ થવા કર્યું આહવાન
2.પ્રધાનમંત્રીએ કહ્યું - ભારતને સીંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત કરવા માટે ચલાવી રહ્યા છે મોટું અભિયાન - ગત પાંચ વર્ષમાં 11 કરોડથી વધુ શૌચાલયો બનાવતા સ્વચ્છતા અભિયાનને મળી સફળતા - પ્રધાનમંત્રીએ દેશની વિવિધ યોજનાઓ અંગે વ્યક્ત કર્યો વિચાર
3.પ્રધાનમંત્રીએ આયુષ્યમાન યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું - દુનિયાની સૌથી મોટી હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ જયારે કોઈ એક વિકાસશીલ દેશ પુરી પડે છે ત્યારે તેની સાથે જોડાયેલી સંવેદનશીલ વ્યવસ્થાઓ સમગ્ર દુનિયાને ચીંધે છે એક નવી રાહ - પ્રધાનમંત્રીએ ટીબીથી મુક્ત ભારત અને જળ સંરક્ષણ પર કર્યું સંબોધન
4.નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અગ્રણી મંત્રાલયોના નાણાંકીય સલાહકારો સાથે કરી બેઠક - કહ્યું ,નાણાં મંત્રાલય એ સુનિશ્ચિત કરશે કે દરેક મંત્રાલયને સમયે પૈસા મળે -નિર્ણયના પગલે વિવિધ મંત્રાલયોના કામકાજમાં ઝડપ આવવાની શકયતા
5.રાજ્યના બંદરગાહોને ધ્યનમાં રાખી મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય - રાજ્યનો 1600 કિલોમીટર લાંબા વ્યૂહાત્મક દરિયા કિનારે બંદરિય પ્રવૃત્તિ - પોર્ટ સેકટર અને ઉદ્યોગોમાં વધુ રોકાણ પ્રેરિત કરવા નવી પારદર્શી પોર્ટ પોલિસી કરી જાહેર - માળખાગત સુવિધાઓમાં રૂપિયા 4 હજાર કરોડથી વધુનું રોકાણ બનશે શક્ય - તો, 25 હજારથી વધુ રોજગારીની તકોનું પણ થશે નિર્માણ
6.રાજ્યમાં રૂપિયા 500થી ઓછી કિંમતના નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપરનું વેચાણ 31 ડિસેમ્બર 2019 સુધી રહેશે ચાલુ - જો કે, રૂપિયા 500થી વધુ રકમના માટે આગામી 1 ઓક્ટોબરથી ડીઝીટલ સ્ટેમ્પિંગ યથાવત - રાજ્યના સામાન્ય જનતાની મુશ્કેલી નિવારવા રાજ્ય સરકારે લીધી નિર્ણય
7.સરકારની મેક ઈન ઇન્ડિયા યોજના અંતર્ગત યુવાઓએ નવા કૌશલ્ય સાથે મેળવી રોજગારી - યુવાનો અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં કૌશલ્ય વિકાસ યોજના બની આશીર્વાદરૂપ - મોરબીમાં યોજના થકી રોજગારી મેળવી મહિલાઓએ યોજ્યો અનોખો ફેશન શો
8.રમત ગમત ક્ષેત્રે ભારતનો વાગ્યો ડંકો - સૈફ અંડર 18 ફૂટબોલ મેચમાં ભારત સેમિફાઇનલમાં માલદિવને 4-0 થી હરાવી પહોંચ્યું ફાઇનલમાં - ફાઇનલમાં ભારત સામે ટકરાશે બાંગ્લાદેશ - હોકીમાં ભારતે બેલ્ઝિયમને આપી માત-મનદીપસિંઘ અને આકાશદીપના ગોલની મદદથી વિશ્વમાં નંબર બે બેલ્ઝેયમને 2-0થી હરાવ્યું