Samachar @ 11 AM | Date 07-09-2019
07-10-2019 | 10:57 am
Share Now 1. ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના કેન્દ્રીય દળે બિહારના પુરગ્રસ્ત વિસ્તારોનો પ્રવાસ કરી સ્થિતિનું કર્યું નિરીક્ષણ/-કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે પણ ફતુહામાં પુર પ્રભાવિત વિસ્તારની લીધી મુલાકાત /-પીડિત લોકોના જાણ્યા હાલચાલ /-રાહત અને બચાવકાર્ય પુરજોશમાં..
2. હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ /-બન્ને રાજ્યોમાં 21 ઓક્ટોબરે થશે મતદાન /-જ્યારે 24 ઓક્ટોબરે આવશે પરિણામ..
3. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યુ, કશ્મીરની સ્થિતિ સામાન્ય/-અનુચ્છેદ 370 હટવાથી ઘાટીના લોકો ખુશ /-દેશના અન્ય નાગરિકોની માફક જ તેમને પણ મળશે લાભ..
4. પાકિસ્તાનને લાગ્યો મોટો ઝટકો /-ફાઈનાશિઅલ એક્શન ટાસ્ક ફોર્સના એશિયા પેસિફિક ગ્રુપે પોતાના રિપોર્ટમાં આતંકવાદ સામે યોગ્ય પગલા નહીં ભરવા બદલ ઈસ્લામાબાદની કરી ટીકા-કહ્યુ, પાકિસ્તાનની કેન્દ્રીય બેંક અને બજાર નિયામકે આતંકી ફંડીગ પર નથી કરી કાર્યવાહી..
5. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદાનાં સમરપાડા ખાતે 66માં સ્વામિનારાયણ વડતાલધામ કન્યાછાત્રાલયનું કર્યું લોકાર્પણ /- ગુજરાતની યુવા પેઢીને સુશિક્ષિત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી..
6. જૂનાગઢમાં કેન્સર હોસ્પિટલનું ઉદઘાટન કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી - કહ્યુ, આયુષ્યમાન ભારત અને મા અમૃતમ્ યોજનાનો વ્યાપ વધારવા સરકાર પ્રતિબદ્ધ /- સાથે જ જૂનાગઢ રોપ-વે પ્રોજેક્ટની પણ કરી સમીક્ષા /- આગામી 3 થી 5 મહિનામાં કામગીરી થશે પૂર્ણ.
7. મોહંમદ શમી અને રવિન્દ્રસિંહ જાડેજાની શાનદાર બોલિંગથી વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 203 રનથી હરાવ્યું/-355 રનના ટાર્ગેટ સામે આફ્રિકન ટીમ 191 રનમાં ઓલઆઉટ..
8. દેશમાં આજે શ્રદ્ધા અને ઉલ્લાસની સાથે મનાવવામાં આવી રહી છે મહાનવમી /-મા નવદુર્ગાના નવમા સ્વરૂપ મા સિદ્ધરાત્રીની પૂજા માટે મંદિરોમાં ઉમટ્યું માનવ મહેરામણ /-મા દુર્ગાને સમર્પિત નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રીનું આજે થશે સમાપન.