Samachar @ 11 AM | Date 08-04-2019
Live TV
Samachar @ 11 AM | Date 08-04-2019
08-04-2019 | 11:04 am
1 - ભારતીય જનતા પક્ષ આજે જાહેર કરશે 2019 લોકસભા ચૂંટણી માટે પોતાનો સંકલ્પપત્ર - આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહ સહિત તમામ શ્રેષ્ઠ પાર્ટી નેતા રહેશે હાજર.
2 - ઉત્તરપ્રદેશના દેવબંધમાં મહાગઠબંધનના નેતાઓએ પહેલી વખત કરી એક સાથે રેલી - એસપી નેતા અખિલેશ યાદવે કહ્યું, ભાજપા અને કોંગ્રેસમાં નથી કોઈ ફરક, પોતાની ભૂલના કારણે કોંગ્રેસે ગુમાવ્યો પોતાનો જનાધાર - રાષ્ટ્રીય લોક દળ અધ્યક્ષ અજીતસિંહ પણ રેલીમાં રહ્યા હાજર.
3 - ઓડિશા વિધાનસભાની ચૂંટણીઓ માટે ,કોંગ્રેસે પણ બહાર પાડ્યું સંકલ્પપત્ર- ન્યાય યોજના અનુસંધાને ,ગરીબ પરિવારોને ,મહિને છ હજાર રૂપિયા આપવાનો કરવામાં આવ્યો છે વાયદો - કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ યોજી પ્રેસ કોન્ફરન્સ - કહ્યું, 'અબ હોગા ન્યાય' લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો નવો નારો - સુરજેવાલાએ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને અનુલક્ષી બનાવેલા થીમ સોંગની પણ આપી માહિતી
4 - ચૂંટણી પંચે તમામ તપાસ એજન્સીઓને ચૂંટણી દરમ્યાન પોતાની કાર્યવાહી પૂર્ણ રૂપે તટસ્થ રહી કરવા કર્યું પરામર્શ - ચૂંટણી પંચે તપાસ એજન્સીઓને નિષ્પક્ષ અને પક્ષપાત રહિત રહેવાનો આપ્યો નિર્દેશ
5 - મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથના નજીકના બે સહયોગીના ઈન્દોર, ભોપાલ અને દિલ્હી સહિત 50 સ્થળો પર આવકવેરા વિભાગના દરોડા - સીઆરપીએફે રાજ્ય પોલીસ પર લગાવ્યો કામ નહી કરવા દેવાનો આરોપ - જ્યારે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાજ્ય સરકાર પર આયકર અધિકારીઓના કામમાં રૂકાવટ કરવાનો લગાવ્યો આરોપ
6 - ભારતે પાકિસ્તાનના વિદેશમંત્રીના નિવેદનને ગેર જવાબદાર ગણાવી ફગાવ્યું - કહ્યું, આ નિવેદન ક્ષેત્રમાં યોદ્ધોનમાત ભડકાવનારૂ - વિદેશ મંત્રાલયે કહ્યું, પાક વિદેશમંત્રીનું આ નિવેદન પાકિસ્તાન સ્થિત આતંકવાદીઓને ભારતમાં આતંકી હુમલો કરવા ઉક્સાવવા માટેનું થાય છે પ્રતિત.
7 - રવિવારે અમદાવાદ પૂર્વ લોકસભાના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના બાપુનગર મધ્યસ્થ કાર્યાલયનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ઉદ્ધાટન કર્યું - મુખ્યમંત્રી રૂપાણીએ જંગી જાહેર સભા સંબોધી કોંગ્રેસ પર પરિવારવાદનો આક્ષેપ કરી રાષ્ટ્રની સુરક્ષા માટે ભાજપના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા કર્યો અનુરોધ.
8 - રાજ્યમાં ચૂંટણી પ્રચાર ચરમ પર - ભાજપ કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક કરી ચૂંટણી જીતવા માટે લગાવવામાં આવી રહ્યું છે એડીચોટીનું જોર - ભાજપે લોકસભાની વિવિધ બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયના કર્યા ઉદ્ધાટન - તો મતદાન જાગૃતિને લઈ વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાઈ રહ્યા છે કાર્યક્રમ