Samachar @ 11 AM | Date 08-09-2019
08-09-2019 | 12:07 pm
Share Now 1. પ્રધાનમંત્રી આજે હરિયાણા ના રોહતકની મુલાકાતે - અનેક વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ તથા ચૂંટણી પ્રચાર અભિયાન નો કરાવશે પ્રારંભ.
2.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ સરકાર આગામી થોડા વર્ષોમાં આધુનિક બુનિયાદી ઢાંચા માટે કરશે 100 લાખ રૂપિયાનો ખર્ચ- ઔરંગાબાદ ઔધોગિક શહેર રાષ્ટ્રને કર્યુ સમર્પિત- મહિલા સ્વયં સહાયતા સમૂહને કર્યુ સંબોધન
3. સૂચના અને પ્રસારણ મંત્રી , પ્રકાશ જાવડેકર આજે મોદી સરકારની 100દિવસની સિધ્ધીઓ અંગે કરશે પત્રકાર પરિષદ.
4.નાસાએ ISRO ના ચંદ્રયાન-2 ની કરી પ્રંશસા - કહ્યું અમને પણ મળી પ્રેરણા - ભવિષ્યમાં સૌરમંડળના અન્વેષણ પણ ,સાથે મળી કરવાની વ્યક્ત કરી ઇચ્છા.
5.અંબાજી ખાતે મુખ્યમંત્રી દ્વારા ભાદરવી પુનમના મહામેળાનો પ્રારંભ- માં અંબાના દર્શનાઅર્થે શ્રધ્ધાળુઓની ભારે ભીડ - દિવ્યાંગો અને અશક્ત લોકો માટે વિના મુલ્યે બસ સેવાનો પણ કરાવ્યો પ્રારંભ.
6. મુખ્યમંત્રી સડક યોજના અન્વયે, રાજ્યના 8 મહાનગરોના રસ્તા કામો માટે 216 કરોડના ગ્રાન્ટની ફાળવણી કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - ચોમાસા દરમિયાન મહાનગરોના માર્ગોને થયેલ નુકશાનના મરમ્મત પાછળ થશે તેનો ઉપયોગ - સાથે જ મહાનગરોના જર્જરિત મકાનોના સર્વે કરી ભયગ્રસ્ત મકાનોને તાત્કાલિક ખાલી કરાવવા કમિશ્નરોને આપી સૂચના.
7.સરદાર સરોવર નર્મદા ડેમમાં ઐતિહાસિક જળસ્તર-હાલ ડેમની સપાટી 136.06 મીટર - હાલ ડેમના 15 દરવાજા ખુલ્લા- રાજ્યભરમાં મેઘ મહેર ચાલુ