Samachar @ 11 AM | Date 11-12-2019
11-12-2019 | 10:56 am
Share Now 1.રાજ્યસભામાં આજે રજૂ થશે નાગરિક્તા સંશોધન બિલ-બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારત આવેલા લઘુમતિઓને નાગરિક્તા આપવાનું છે પ્રાવધાન-લોકસભામાં સોમવારે જ પારિત થઈ ચુક્યું છે આ બિલ.
2.લોકસભામાં આજે ખાનગી ડેટા સાથે જોડાયેલું બિલ કરાશે રજૂ-સુચના પ્રોદ્યોગિકી સંબંધિત સંસદની સ્થાયી સમિતિ પ્રાઈવસીના હનનના મુદ્દે આજે વોટ્સએપના પ્રતિનિધિઓ સાથે કરશે મુલાકાત.
3.ઈસરો માટે ખુબ જ મહત્વપૂર્ણ છે આજનો દિવસ-PSLVના 50મા મિશન અંતર્ગત ઈસરો ભારતના રડાર ઈમેજીંગ ભૂપર્યવેક્ષી ઉપગ્રહ રિસેટ 2BR1 અને 9 અન્ય વિદેશી સેટેલાઈટને PSLV-48થી શ્રી હરિકોટાથી કરશે પ્રક્ષેપિત.
4.કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર મેડ્રીડમાં કોપ-25 ઉચ્ચસ્તરિય બેઠકમાં થયા સામેલ-કહ્યું ભારત પર્યાવરણ સંરક્ષણની દિશામાં નિભાવી રહ્યું છે પોતાનું વચન-ભારત ઉત્સર્જનમાં 35 ટકા ઘટાડાના લક્ષ્ય પર કરી રહ્યું છે કામ-પર્યાવરણ સંરક્ષણને લઈને સારુ કામ કરનારા દેશોમાં ભારત પ્રથમ વખત ટોપ ટેનમાં પહોંચ્યું.
5.વિધાનસભામાં ચાલતા ત્રણ દિવસીય શિયાળુ સત્રનો આજે અંતિમ દિવસ-વધુ કેટલાક મહત્વપૂર્ણ બિલો પાસ થવાની સંભાવના-તો ગઈકાલે ગુજરાત રાજ્ય શિક્ષણ પરિષદ સુધારા વિધેયક 2019 અને મહેસુલ સુધારા વિધેયક સર્વાનુમતે પસાર.
6.માલદીવની સંસદ પીપલ્સ મજલીસનું ઓલ પાર્ટી ડેલીગેશન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાતે-ગુજરાતમાં સામુદ્રિક વેપાર, ઉદ્યોગ વિકાસ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સ્વાયત્તાના અભ્યાસનો મુલાકાતનો હેતુ-ગુજરાત-માલદીવના પરસ્પર સંબંધોને સુદ્રઢ કરવામાં આ મુલાકાત બનશે મહત્વપૂર્ણ
7.નેપાળમાં 13મા દક્ષિણ એશિયા રમતોત્સવનું થયું સમાપન-અંતિમ દિવસે ભારતીય બોક્સરોનો રહ્યો દબદબો-174 ગોલ્ડ, 93 સિલ્વર અને 45 કાંસ્યની સાથે ભારતીય રમતવીરોએ જીત્યા કુલ 312 મેડલ.
8.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ચાલતી ટી-ટ્વેટી સીરિઝની આજે મુંબઈમાં અંતિમ મેચ-સીરીઝમાં બન્ને ટીમોએ જીતી છે એક-એક મેચ-આજની મેચ જીતનાર ટીમ કરશે સીરિઝ પર કબ્જો.