Samachar @ 11 AM | Date 15-09-2019
15-09-2019 | 12:00 pm
Share Now 1. દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે સરકારે કરી મોટી જાહેરાત - નાણામંત્રી નિર્મલા સિતારમણે નિકાસકારોને કરી પચાસ હજાર કરોડ રૂપિયાના પ્રોત્સાહન પેકેજની ઘોસણા- કિમતી પથ્થર અને આભુષણ, યોગ- પર્યટન , વસ્ત્ર અને ચામડાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે માર્ચ 2020થી વાર્ષિક મેળો શોપિંગ ફેસ્ટીવલનો દેશમાં ચાર જગ્યા ઉપર કરવામાં આવશે આયોજન.
2.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું પાકિસ્તાન આતંકવાદને રોકે - પાકિસ્તાનને આડે હાથે લેતા સંરક્ષણ મંત્રીએ કહ્યું કે જે લઘુમતિઓને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહ્યું છે તે કરી રહ્યું છે માનવાધિકારની વાતો.
3.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ગુજરાતની મુલાકાતે - સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે નમામિ નર્મદે ઉત્સવમાં રહેશે ઉપસ્થિત.
4. અમદાવાદમાં ઇન્ડીયા ઇન્ટરનેશનલ ટ્રેડફેરનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી - મુખ્યમંત્રીએ કહ્યું વિશ્વમાં તેજી-મંદીના ચાલતા ચક્ર વચ્ચે આપણે વેપાર-કારોબાર અર્થવ્યવસ્થાનિ સ્થિતિ સાહસિકતા, બચત વિરાસતથી જાળવી રાખી છે.- આઠ દેશો અને બાર રાજ્યોના 300થી વધુ પ્રદર્શકો ઉત્પાદકો એક છત્ર નીચે મળશે.
5.નર્મદા સરદાર સરોવર ડેમે પ્રથમવાર વટાવી ઐતિહાસિક સપાટી - ડેમની સપાટી થઇ 138 મીટરને પાર - નદી કાંઠાના 175 ગામને કરાયા એલર્ટ - 17 સપ્ટેમ્બરે ઐતિહાસિક ઘટનાનો ઉત્સવ 'નમામિ દેવી નર્મદે' મહોત્સવની તૈયારીઓ શરુ - દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવક થતા મોટાભાગના ડેમ થયા ઓવરફ્લો - મહિસાગર નદી પણ બે કાંઠે - કડાણા અને ભાદરબંધમાંથી પાણી છોડવામાં આવ્યું.
6.અલકાયદાના વારસદાર ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન થયો ઠાર - અફઘાનિસ્તાન-પાકિસ્તાનની બોર્ડર નજીક યુએનની આતંકવાદ વિરોધી સેનાએ કર્યો ઠાર - અમેરિકાના વ્હાઇટ હાઉસ દ્વારા કરાઈ સત્તાવાર જાહેરાત
7. ભારતે સાતમી વખત જીત્યો અંડર-19 એશીયા કપનો ખીતાબ - અત્યંત રોમાંચક મુકાબલામાં ફાઇનલમાં ભારતે બાંગ્લાદેશને પાંચ રનથી હરાવ્યું