Samachar @ 11 AM | Date 18-08-2019
18-08-2019 | 11:58 am
Share Now
1. ભૂતાનની રોયલ યુનિવર્સિટીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વિદ્યાર્થીઓને સંબોધન. પીએમ મોદીએ કહ્યું ભારત અને ભૂતાનનો સંબંધ ઐતિહાસિક. ભૂતાન અને ભારત આધ્યાત્મિક, ઐતિહાસિક, સાંસ્કૃતિક રૂપથી સૌથી અલગ. સાથે જ કહ્યુ ભૂતાનના વિદ્યાર્થીઓ પણ એક દિવસ બનાવશે સેટેલાઈટ.
2. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય તરફ-હજથી પાછા ફરી રહેલા કાશ્મીરીઓ માટે કરાઈ વિશેષ વ્યવસ્થા-રાજ્યમાં સરકારી ઓફિસો ખુલી-પ્રશાસન દ્વારા તબક્કાવાર પ્રતિબંધ હટાવાઈ રહ્યાનું કર્યુ એલાન- આવતીકાલથી ખુલશે શાળાઓ-કાશ્મીરમાં 17 ટેલીફોન એક્સચેન્જ ચાલુ સ્થિતિમાં-કાલ સુધીમાં બાકીની સ્થિતિ પણ થસે સામાન્ય
3. ખેલ પુરસ્કાર 2019ની કરાઈ ઘોષણા-ગુજરાતના ઓલરાઉન્ડ ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા અને
ટેબલ ટેનિસ માટે હરમિત દેસાઈ સહિત અન્ય 16 ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી-
-કુસ્તીબાજ બજરંગ પુનિયા, પેરાએથેલિક દિપા મલિકને મળશે ખેલ રત્ન એવોર્ડ
4. ગુજરાતમાં પહેલી વાર થશે રિવર રાફ્ટિંગ- મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેવડીયા ખાતે રિવર રાફટીંગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ફ્રી વાઇફાઇનો કરાવ્યો પ્રાંરભ - 15 ઓકટોબર સુધીમાં કેવડિયાને ટોટલ ટુરિઝમ સેન્ટર બનાવવાની વ્યક્ત કરી નેમ - ખાસ પતંગિયા પાર્કમાં 28 જાતના રંગબેરંગી પતંગિયા બનશે આકર્ષણનું કેન્દ્ર
5. મુખ્યમંત્રીએ ખંભાળિયા ખાતે જિલ્લા પોલીસ ભવન તેમજ ભણવદ ખાતે નવી બનેલ તાલુકા પંચાયત કચેરી સહિત 15 કરોડ જેટલી લોકઉપયોગી કચેરીઓનું કર્યુ લોકાર્પણ - કહ્યું કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચી
6. મહિસાગર જિલ્લાના લુણાવાડામાં ગઈ રાત્રે સાંબેલાધાર વરસાદ - કડાણા ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે મહિસાગર જિલ્લાના બાલા સિનોર તાલુકાના વણાકબોરી વિયર ઓવરફ્લો-વણાક બોરી ડેમની જળસપાટી 228.50 ફુટ-વિયર દ્વારા નડિયાદ, ઠાસરા, તારાપુર, ઉમરેઠ, આણંદ, બોરસદ, ખંભાત સહિતના તુલાકોને મળશે પાણી