Samachar @ 4 PM | Date: 04-09-2019
05-09-2019 | 5:55 pm
Share Now 1.અમદાવાદના અમરાઈવાડીમાં 100 વર્ષ જૂનું મકાન ધરાશાયી - 5ને બચાવી સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા - કેટલાક લોકો હજી દટાયા હોવાની આશંકા - બચાવ કામગીરી ચાલુ
2.આજે શિક્ષક દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વર્ષ 2018 માટે શ્રેષ્ઠ અધ્યાપકોને રાષ્ટ્રીય પુરસ્કારોથી કર્યા સન્માનિત- તો, રાજ્યમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્યના શિક્ષકોને એવોર્ડ એનાયત - બનાસકાંઠાના કંચનબેન અને દમણના વિરેન્દ્ર પટેલનું પણ સન્માન-કંચનબેને દિવ્યાંગ વિદ્યાર્થીઓના વિકાસ માટે કર્યા છે અનેક કાર્યો
3.રાજ્યના કેટલાક વિસ્તારમાં મેઘમહેર યથાવત - વાપીના 24 કલાકમાં નોંધાયો 11 ઇંચ વરસાદ - કેટલાક ડેમ થયા ઓવરફ્લો - તો,મુંબઈમાં વરસાદનો કહેર યથાવત-નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત-અનેક ટ્રેનો થઈ રદ - મુંબઈ, થાણે અને કોંકણમાં જૂનિયર કોલેજ અને સ્કૂલોમાં રજાની જાહેરાત-હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ
4.પ્રધાનમંત્રી મોદીએ વ્લાદીવોસ્તોક રશિયા ખાતે ઇસ્ટર્ન ઇકોનોમિક ફોરમને કર્યું સંબોધન - સૂદ્દર પૂર્વનાં વિકાસમાં 1 બિલિયન ડોલરની ક્રેડિટ આપવાની કરી જાહેરાત - જાપાન, મલેશિયા, મંગોલિયોનાં નેતાઓ સાથે પણ કરી મુલાકાત
5.INX મીડિયા મામલે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમને સુપ્રીમ કોર્ટમાંથી મોટો ઝટકો-ઈડીએ કરેલી ધરપકડ સામે આગોતરા જામીન અરજી કોર્ટે ફગાવી-સુપ્રીમ કોર્ટે કહ્યું આ સમયે ચિદમ્બરમને આગોતરા જામીન આપવાથી તપાસમાં થશે વિક્ષેપ-પી.ચિદમ્બરમે CBI રિમાન્ડની વિરુદ્ધમાં કરેલી અરજી સુપ્રીમ કોર્ટમાંથી લીધી પરત.
6.સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે દક્ષિણ કોરિયામાં આઠમા સિયોલ રક્ષા સંવાદ કાર્યક્રમમાં કર્યું સંબોધન-કહ્યું, કોઈ પણ દેશ નથી આતંકવાદની અસરથી મુક્ત-આતંકવાદને સમર્થન આપતા દેશો પર દબાણ બનાવવાની વિશ્વ સમુદાયને કરી અપીલ.
7.કારોબારી સપ્તાહના ચોથા દિવસે પણ ભારતીય શેર બજારમાં ચઢાવ -ઉતાર યથાવત - ઉછાળા સાથે ખૂલેલું ભારતીય શેર બજાર અંતે રહ્યું રેડ જોનમાં - શેરધારકોના કરોડો રૂપિયાનું થયું ધોવાણ - દિવસના અંતે સેન્સેક્સમાં 80 પોઈન્ટનો નોંધાયો ઘટાડો જયારે નિફટી 3.25 પોઇન્ટના વધારા સાથે 10 હજાર 847 પર રહ્યો બંધ