Samachar @ 4.00 PM | 10-01-2020
10-01-2020 | 5:44 pm
Share Now 1.નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં ગુજરાત વિધાનસભાના સત્રમાં લવાયો પ્રસ્તાવ-સાથે જ સંસદમાં જનપ્રતિનિધિત્વાં SC/STના આરક્ષણમાં 10 વર્ષનો વધારો કરતો સુધારો પસાર
2.ગુજરાત વિધાનસભાના સત્રનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અભિભાષણથી થયો પ્રારંભ-ગૃહમાં વિપક્ષે હોબાળો કરતાં કાર્યવાહી 15 મિનિટ માટે રખાઈ મુલતવી.
3.રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ-VISVAS પ્રોજેક્ટ અંતર્ગત 1256 જંકશન પર લાગશે સાત હજારથી વધુ CCTV કેમેરા- સાથે સાયબરના ગુનાઓને નાથવા દેશનું પ્રથમ સાઈબર અપરાધ રોકવાનું એકમ થશે કાર્યાન્વિત- આવતીકાલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરથી કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ.
4.ભરૂચ અને માંડવી બાદ હવે સુરતના મહુવામાં પણ દીપડાનો જોવા મળ્યો ભય.છેલ્લા કેટલાક દિવસોથી દીપડાની અવર જવર અને દીપડા દ્વારા ચાર જેટલાં દૂધાળા પશુઓનું મારણ કરતાં લોકોમાં ચિંતા.વન વિભાગ પકડવા માટે સક્રિય.
5.જમ્મુ કશ્મીરમાંથી પ્રતિબંધ હટાવવા પર સર્વોચ્ચ ન્યાયાલયે આપ્યો પોતાનો ચુકાદો-ન્યાયાલયે કહ્યું ઇન્ટરનેટને સંપૂર્ણ રીતે પ્રતિબંધિત કરવું કડક પગલું-સરકારને જરૂરી ન હોય તેવા આદેશો પરત લેવા માટે કર્યો આદેશ.
6."સમગ્ર ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી-મોટા ભાગના શહેરમાં પારો 12 ડિગ્રીથી નીચે પહોંચ્યો-નલિયા 4.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર-અમદાવાદમાં નોંધાયું 10.2 ડિગ્રી તાપમાન-આગામી ત્રણ દિવસ હજુ રહેશે ઠંડીનો ચમકારો.
7.અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો તણાવ ઘટતાં વૈશ્વિક ક્રુડના ભાવ ઘટ્યા.તો ભારતીય શૅરબજારમાં પણ તેજીની ચાલ ચાલુ.સેન્સેક્સમાં 153 પૉઇન્ટનો ઊછાળો તો.નિફ્ટીમાં 40 પૉઇન્ટો વધારો
8.આજે પોષી પૂનમે વર્ષ 2020નું પ્રથમ ચંદ્રગ્રહણ-રાત્રે 10 વાગ્યાને 38 મિનિટે થશે ગ્રહણનો પ્રારંભ-ભારતમાં દેખાશે પરંતુ નરી આંખે નહીં જોઈ શકાય-આ વર્ષે કુલ 6 ગ્રહણ જોવા મળશે.