Samachar @ 4:00 PM | 16-01-2020
16-01-2020 | 4:45 pm
Share Now 1.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પાકિસ્તાનને ફરી એકવાર લાગ્યો ઝટકો-જમ્મુ કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરનારો ચીનનો પ્રસ્તાવ ફગાવાયો-સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કોઈ પણ કારણ વિના જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવાનો પાકિસ્તાન અને ચીનનો પ્રયાસ થયો નિષ્ફળ.
2.CDS જનરલ બીપીન રાવતે આતંકવાદ પર પાકિસ્તાનને આપી કડક ચેતવણી-કહ્યું જો આર્થિક તથા રાજદ્વારી પગલાં અસફળ રહ્યા તો ભારત કરશે નિર્ણાયક કાર્યવાહી.
3.જમ્મુ કાશ્મીર માટે કેન્દ્ર સરકારની મોટી પહેલ-કેન્દ્રના 36 મંત્રી 18થી 23 જાન્યુઆરી વચ્ચે કરશે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો પ્રવાસ-60થી વધારે જગ્યાઓ પર સભાઓ કરીને કલમ 370 હટાવ્યા પછીના ફાયદા વિશે આપશે જાણકારી.
4.અમેરિકા, ચીન વચ્ચે વેપાર કરારથી વિશ્વભરના શેરબજારોમાં તેજી-સેન્સસેક્સે પ્રથમ વખત પાર કરી 42 હજારની સપાટી.જોકે દિવસના અંતે માત્ર 59 પૉઇન્ટના વધારા સાથે 42 હજારની સપાટીથી ઉતર્યો નીચે.
5.સરદાર પટેલની ભૂમિ પર મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આદિવાસી ક્ષેત્રનું વિકાસપર્વ.દક્ષિણ ગુજરાતના દસ હજારથી વધુ લાભાર્થીઓને રૂ. 140 કરોડની સહાયના વિવિધ લાભોનું વિતરણ.છેવાડાના માનવીનું હિત સરકારના હૈયે વસેલું હોવાનું જણાવતા મુખ્યમંત્રી
6.રાજ્યની સાતમી આર્થિક ગણતરીની કામગીરીનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણી-40 હજારથી વધુ ગણતરીદારો, 6 હજાર 500થી વધુ સુપરવાઈઝર મોબાઈલ એપ્લિકેશનથી માહિતી કરશે એકત્રિત-સૌ પ્રથમ વખત ગણતરી માટે કરાશે મોબાઈલ એપનો ઉપયોગ.
7.કૃષિ ક્ષેત્રે મહેસાણાથી આનંદના સમાચાર- જિલ્લામાં રવી પાકના વાવેતરમાં 5 હજાર હેક્ટર જેટલો થયો વધારો-1.75 લાખ હૅક્ટર જમીનમાં વાવેતર-ચાલુ વર્ષે રવી ઋતુ ખેડૂતો માટે આશીર્વાદરૂપ
8.બીસીસીઆઈએ વર્ષ 2020 માટે કૉન્ટ્રાક્ટવાળા ખેલાડીઓની યાદી કરી જાહેર.પૂર્વ કપ્તાન મહેન્દ્રસિંહ ધોની સહિત ચાર ખેલાડીઓને પડતા મૂક્યા