Samachar Live @ 11 AM | Date: 17-10-2019
17-10-2019 | 10:53 am
Share Now 1. મહારાષ્ટ્ર અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે ,ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના અકોલા અને પનવેલમાં ચૂંટણી સભાને સંબોધતા, વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો. જ્યારે - હરિયાણામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહે ચૂંટણી સભાને સંબોધી - કોંગ્રેસે અને બસપાએ પણ કર્યો ચૂંટણી પ્રચાર.પ્રધાનમંત્રી આજે પૂણે, સાતારા અને પરલીમાં સંબોધશે સભા
2. અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટે ચૂકાદો રાખ્યો અનામત. અરજદાર અને પક્ષકારોની દલીલો થઇ પૂર્ણ. સમગ્ર દેશની ચૂકાદા ઉપર નજર
3. પીએમસી બેન્ક કોંભાંડ મામલે પાંચ જણાની ધરપકડ.પૂર્વ નિદેશક સુરજીત સિંહ અરોરાની ધરપકડ
4. રાષ્ટ્પતિ રામનાથ કોવિંદ આજથી 23 ઓક્ટોબર સુધી જાપાન અને ફિલીપાઈન્સની મુલાકાતે.જાપાનમાં તેઓ રાજ્યાભિષેક કાર્યક્રમમાં આપશે હાજરી.ભારતીય સમુદાયને પણ કરશે સંબોધિત
5. ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય - બીનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કરવાનો નિર્ણય પરત ખેંચતી રાજ્ય સરકાર - 17 નવેમ્બેરે 3171 કેન્દ્રો ઉપર લેવાશે પરીક્ષા - ધોરણ બાર પાસ ઉમેદવાર પણ આપી શકશે પરીક્ષા ***
6. ગુજરાતની છ બેઠકો માટેની પેટાચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહિસાગરમાં સંબોધી સભા.રાધનપુરમાં ચૂંટણીના માહોલ.રાધનપુર બેઠકના ભાજપાના ઉમેદવાર અલ્પેશ ઠાકોર માટે બનશે પ્રતિષ્ઠાનો જંગ
7. સુરતમાં વકરી રહેલો ડેંગ્યુનો રોગચાળો.આ વર્ષે નોંધાયા ડેંગ્યુના 400 શંકાસ્પદ કેસ. રોગચાળાને કાબુમાં લાવવા તંત્રએ હાથધરી ઇન્ટ્રાડોમેસ્ટીક કામગીરી
8. વરસાદ બાદ રોગચાળાની સ્થિતિ ઉપર કાબૂ મેળવવા માટે આરોગ્ય તંત્રની કવાયત. આરોગ્ય કમિશ્નરે લીધી રાજકોટની મુલાકાત. વડોદરા, ભાવનગર અને પાટણમાં ડેન્ગ્યૂ અને ચિકુનગુનિયાના અનેક કેસોને ડામવા માટે આરોગ્ય વિભાગની કામગીરી.
9. સાઉદી અરબમાં મક્કા પાસે થયેલા માર્ગ અકસ્માતમાં 35 શ્રદ્ધાળુઓના મોત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્યક્ત કરી શોકની લાગણી.પરિવારજનોને પાઠવી સાંત્વના