Samachar Live @ 11 AM | Date: 21-10-2019
21-10-2019 | 10:56 am
Share Now 1.મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક માટે મતદાન ચાલુ-પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મહિલાઓ અને યુવાઓ સહિત મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે મતદારો--અનેક નેતાના ભવિષ્ય થશે EVMમાં કેદ.
2.હરિયાણાની 90 વિધાનસભા બેઠક માટે પણ થઈ રહ્યું છે મતદાન -રાજ્યમાં લગભગ ,1 કરોડ 80 લાખ મતદારો રાજકીય પાર્ટીઓનું ભાવિ કરશે નક્કી-24 ઓક્ટોબરે આવશે પરિણામ.
3.મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણી સાથે ,અન્ય રાજ્યોમાં પણ કેટલીક બેઠકો માટે ,મતદાન-લોકસભાની બે અને 17 રાજ્યોની 51 વિધાનસભા બેઠક પર મતદારો કરશે પોતાના મતાધિકારનો ઉપયોગ.
4.રાજ્યની 6 વિધાનસભા બેઠક પર મતદાન-અમદાવાદની અમરાઈવાડી, મહિસાગરની લુણાવાડા, પાટણની રાધનપુર, અરવલ્લીની બાયડ, મહેસાણાની ખેરાલુ અને બનાસકાંઠાની થરાદ બેઠક પર મતદાન માટે લાંબી લાઈનો.
5.લોકતંત્રના આ મહોત્સવમાં ,જોશ અને ઉત્સાહ સાથે મતદાન કરવાની ,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી અપીલ-પ્રધાનમંત્રીએ ,મોટી સંખ્યામાં યુવા મતદાતા ,મતદાનમાં સામેલ થશે ,તેવી વ્યક્ત કરી આશા.
6.ઉઝબેકિસ્તાન પ્રવાસનાં બીજા દિવસે ,સમરકંદનાં ગવર્નરની મુલાકાત કરતાં ,મુખ્યમંત્રીવિજય રૂપાણી - તાશ્કંદની બુલેટ ટ્રેનમાં, સમરકંદ પહોંચ્યા ,મુખ્યમંત્રી- વેપારની સંભાવનાઓ પર ,કરી ચર્ચા
7.કચ્છનાં સરહદી વિસ્તારમાં ખેતરો પર થઇ રહેલા તીડનાં આક્રમણ અંગે સરકાર સતર્ક - કેન્દ્રિય રાજ્ય કૃષિ મંત્રી પરસોત્તમ રૂપાલાએ જાત મુલાકાત લઇ ,મેળવ્યો પરિસ્થિતિનો તાગ - કહ્યું વધુ નુકસાન ન થાય ,તે માટે લેવાઇ રહ્યા છે પગલા
8.રાંચી ટેસ્ટના ત્રીજા દિવસે ,દબાણમાં ,દક્ષિણ આફ્રિકા ટીમ-ભારતે પ્રથમ ઈનિંગમાં બનાલેલા ,497 રનના જવાબમાં આફ્રિકન ટીમે ગુમાવી ,3 વિકેટ-પ્રથમ દાવમાં, હિટમેન રોહિત શર્માએ ફટકારી હતી ,શાનદાર બેવડી સદી