Samachar Live @ 4.00 PM | 03-01-2020
Live TV
Samachar Live @ 4.00 PM | 03-01-2020
03-01-2020 | 12:52 pm
1. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ભારતના નિર્માણ માટે , માત્ર સરકાર જ નહિં , પણ સામાજીક સેવાભાવી સંસ્થાઓ , અને ઉદ્યોગપતિઓના યોગદાન ને ગણાવ્યુ અનિવાર્ય- ગાંધીનગર ખાતે આજથી ત્રિદિવસીય ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનો , મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ- સાથે જ સરદાર ધામે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પ્રતિક , સરદાર સાહેબની , 50 ફૂટ ઉંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ.
2. રાજ્યના બેરોજગાર યુવાનો માટે મોટી તક - અમદાવાદના અડાલજ ખાતે આજથી 3 દિવસીય બ્રહ્મ બિઝનસ સમિટનો થયો પ્રારંભ- 32 કંપનીઓ , આશરે 6 હજારથી વધુ પોસ્ટ માટે કરશે જોબ ઓફર.
3. રાજકોટ નગરવાસીઓને ટ્રાફિકની સમસ્યામાંથી મળશે છૂટકારો -રાજકોટ મહાનગરમાં પાંચ ફ્લાય ઓવર બ્રિજ નિર્માણને મળી મંજૂરી - 6 મહાનગર પાલિકા , અને 7 નગરપાલિકા માટે રૂપિયા 1 હજાર 888 કરોડના , વિકાસ કામોને મુખ્યમંત્રીએ આપી સૈદ્ધાંતિક મંજૂરી.
4. ગુજરાત વિધાનસભાનું આગામી સત્ર 10 જાન્યુઆરીથી - પાકિસ્તાન, બાંગ્લાદેશ ,, અને અફઘાનિસ્તાનના લઘુમતી સમુદાયોને ભારતનું નાગરિકત્વ આપવાના , કેન્દ્રના નિર્ણયને અપાશે સમર્થન - SC અને ST નાં જન પ્રતિનિધિત્વનું આરક્ષણ , 10 વરસ વધારવાનો બંધારણીય સુધારો પણ કરાશે પસાર.
5. નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ 2019ની સ્પર્ધામાં , અરવલ્લીની શ્રુતી પટેલે પોતાના સંશોધનથી મેળવી નામના - બાળ વૈજ્ઞાનિક તરીકે મેળવી નામના - શ્રુતીએ બાળકોના મગજના રોગોને ઓળખવા માટેની , કીટ તૈયાર કરી હતી.
6. બેંગ્લુરુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું કર્યુ ઉદ્ઘાટન - કહયું ભારતના વિકાસની ગાથા , વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રોની સફળતા પર રાખે છે આધાર - પ્રધાનમંત્રીએ અવકાશ બાદ , દરિયાના ઉંડાણ માપવા સજ્જ થવા પર મુક્યો ભાર.
7. અમેરિકન હવાઈ હુમલામાં ઇરાનના કૂડ્સ ફોર્સના કમાન્ડર , જનરલ કાસીમ સુલેમાનીનું મોત - પેન્ટાગોને કહ્યું અમેરિકન રાષ્ટ્રપતિના આદેશ પર , કરવામાં આવી કાર્યવાહી- ઇરાનમાં 3 દિવસનો શોક - ઇરાને કહ્યું અમેરિકાનો લેવાશે બદલો - કાર્યવાહી પછી , વૈશ્વિક કાચા તેલના ભાવમાં ઉછાળો.
8. બજારની સપાટ શરૂઆત બાદ , બજારમાં જોવા મળી નરમી - બેંકિંગ, ઓટો , અને મેટલ સેક્ટરમાં જોવા મળ્યો મંદીનો માહોલ - દિવસના અંતે સેન્સેક્સ 162 અંક ઘટી , 41 હજાર 464 અંકે ,, જ્યારે નિફ્ટી 58 અંક ઘટી ,.12 હજાર 224 અંકે રહ્યો બંધ