Samachar Live @ 4.00 PM | 04-01-2020
Live TV
Samachar Live @ 4.00 PM | 04-01-2020
04-01-2020 | 5:42 pm
1. ફ્લાવર-શો 2020 નગરજનો માટે બની રહેશે મનોરંજનનું સરનામુ-750 કરતા વધુ જાતોના , દસ લાખથી વધુ રોપાઓનું અદભૂત પ્રદર્શન- સિનિયર સિટીઝનને નિઃશુલ્ક પ્રવેશ - ફ્લાવર શોમાં જવા માટે પણ , ઇલેક્ટ્રીક બસની વ્યવસ્થા-અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફ્લાવર-શોનો કરાવ્યો પ્રારંભ/
2. રાજ્યના ખેડૂતો હવે વળી રહ્યા છે રોકડિયા પાકો તરફ - મહેસાણામાં કાશ્મીરી ગુલાબની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે , વિકાસશીલ કૃષિકારો - અરવલ્લીમાં સૂર્યમુખીની મોટા પાયે ઉપજ મેળવીને , નોંધપાત્ર આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે ધરતી પુત્રો /
3. પાટણમાં રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરની ઉપસ્થિતિમાં , નાગરિકતા સંશોધન કાયદાના સમર્થનમાં રેલી - પાકિસ્તાનથી આવેલા 800 શરણાર્થીઓ રહ્યાં ઉપસ્થિત - પાકિસ્તાનમાં વેઠેલી વેદનાને લોકો સમક્ષ કરી રજૂ /
4. હિંમતનગરમાં કચ્છી પાટીદાર સમાજ દ્વારા આયોજીત પંચમ ઓલિમ્પિયાડનો પ્રારંભ કરાવતા , મુખ્યમંત્રી વિજય રૂપાણી - સામાજીક ઉત્કર્ષની સાથે માનસિક અને શારિરીક વિકાસ ઉપર પણ ભાર મૂકતા , વિજય રૂપાણી /
5. ભારતે પાકિસ્તાન સ્થિત નનકાના સાહિબ ગુરુદ્વારામાં થયેલી તોડફોડ પર વ્યક્ત કરી ચિંતા. વિદેશ મંત્રાલયે કહ્યું કે ભારત પવિત્ર સ્થાનના વિનાશ , અને અપવિત્રતાના આ કૃત્યની કરે છે આકરી નિંદા - શીખ સમાજના સભ્યોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે , પાકિસ્તાનને તત્કાલ પગલા લેવા કરી તાકીદ./
6. ભારત વિરૂધ્ધ ઝેર ઓકવાના પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાની ખુલી પોલ - પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને બાંગ્લાદેશનો 7 વર્ષ જૂના વિડિયોને ઉત્તર પ્રદેશનો ગણાવી ટ્વીટર પર કર્યો શેર -વિદેશ મંત્રાલય પ્રવક્તા અને સંયુક્ત રાષ્ટ્રના સ્થાયી પ્રતિનિધીએ ફેર વિડિયો જારી કરવા પર પાકિસ્તાનની કરી નિંદા-આલોચના બાદ ઈમરાનખાને ટ્વીટ હટાવ્યુ/
7.આજે વર્લ્ડ બ્રેઇલ ડે-પ્રજ્ઞાચક્ષુઓના જીવનમાં પ્રકાશ પાથરનારા , બ્રેઈલ લિપીના શોધક , લુઈ બ્રેઈલનો , આજે જન્મ દિવસ -અમદાવાદ અંધજન મંડળ ખાતે પ્રજ્ઞા ચક્ષુને ઉપયોગી નીવડે તેવી ટેક્નોલોજી મ્યૂઝિયમ ઉભું કરાયું-આજે ડીડી ગીરનાર પ્રજ્ઞાચક્ષુ વાંચશે સાંજના સાત વાગ્યાના સમાચારના કેટલાક અંશો/
8. દમણ ખાતે 65મા રાષ્ટ્રીય શાળાકિય રમતોત્સવનો પ્રારંભ - અંડર સેવન્ટિન ક્રિકેટ કોમ્પિટિશનમાં જમ્મુ કાશ્મીર સહિત , અલગ અલગ રાજ્યોની 31 ટીમોએ લીધો ભાગ - શાળા સ્તરેથી જ રમતવીરો તૈયાર કરવા માટે , સ્પોર્ટસ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાયું આયોજન.