Samachar Live @ 4.00 PM | 08-01-2020
08-01-2020 | 7:05 pm
Share Now 1.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળી મંત્રીમંડળની બેઠક - બેઠકમાં 10મી જાન્યુઆરીએ મળનારા વિધાનસભાના વિશેષ સત્રમાં ગુજરાતમાં નાગરિક્તા સંશોધન અધિનિયમના અમલ, ખેડૂતોને તીડના કારણે થયેલ પાક નુકસાનીનુ વળતર તેમજ મોટર વ્હીકલ એક્ટ તથા આરોગ્ય સેવાઓ જેવા મહત્વના મુદ્દે થઈ ચર્ચા.
2. ગુજરાત માટે સારા સમાચાર - પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જામનગર સ્થિત ગુજરાત આયુર્વેદ વિશ્વ વિદ્યાલય પરિસરને રાષ્ટ્રીય મહત્વ સંસ્થાનનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મળી મંજૂરી
3. કેબીનેટમાં પૂર્વોત્તર રાજ્યો માટે પ્રાકૃતિક ગેસ પાઈપલાઈન ગ્રીડની સ્થાપના માટે ઈન્દ્રધનુષ ગેસ ગ્રીડ લિમીટેડને પૂંજિગત અનુદાનની આપી મંજૂરી - તો ખનિજ કાનુન સંશોધન અધ્યાદેશ 2020ને કેબીનેટે આપી મંજૂરી - અધ્યાદેશ દ્વારા કોલસા ખાણોની હરાજી અને તેનાથી સ્ટીલ અને ઊર્જા ક્ષેત્રે શરૂ કરવામાં આવતા નિયમો થશે સરળ
4. ઈરાને ઈરાકમાં રહેલા અમેરિકાના વર્તમાન સૈન્ય ઠેકાણાઓ પર મિસાઈલ દ્વારા કર્યો હુમલો- એક ડઝનથી વધુ ઈરાની મિસાઈલ દ્વારા ઈરાકના આઈન એલ અસદ અને ઈરબિલ ઍરબેઝ પર કર્યો હુમલો. ઈરાની મીડિયાએ કર્યો 80 અમેરિકી સૈનિકોના મોતનો દાવો- ભારત સહિત અનેક દેશોએ ઈરાક જનારા યાત્રિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી.
5. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હુમલાના જાનમાલના નુકસાનની કરી સમીક્ષા- કહ્યુ ઓલ ઈઝ વેલ- ઈરાન સાથે થયેલી તણાવની સ્થિતિ પર અમેરિકી રાષ્ટ્રપતિ આજે મોડી રાત્રે આપશે નિવેદન.
6. આંતરાષ્ટ્રીય પંતગોત્સવનો રાજ્યના અન્ય જીલ્લાઓમાં પણ ઉત્સાહ અને આનંદ સાથે પ્રારંભ - વડોદરામાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ કરાવ્યો પ્રારંભ - રાજકોટમાં પણ દેશ-વિદેશમાંથી આવેલા પતંગબાજો માણી રહ્યાં છે પતંગની મજા
7. કરૂણા અભિયાન હેઠળ ઝુંબેશ ચલાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય- રાજ્યમાં પતંગના દોરાથી ઘાયલ થયેલ પક્ષીઓના જીવ બચાવવા અને સારવાર આપવા આ અભિયાન ચલાવાશે - આગામી 20 જાન્યુઆરી સુધી ચાલશે અભિયાન.