Samachar Live @ 4.00 PM | 2-01-2020
Samachar Live @ 4.00 PM | 2-01-2020
02-01-2020 | 8:38 pm
Share Now 1.ખંભાતમાં એક સાથે સિત્તેર હજારથી વધુ લાભાર્થીઓને સાધનસહાયનું વિતરણ કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી-મુખ્યમંત્રીએ કહ્યું, છેવાડાના વ્યક્તિ સુધી વિકાસ પહોંચે તે રાજ્ય સરકારનો છે મંત્ર.ખંભાતના બંદરને પુનઃજીવિત કરવા ખંભાતમાં કરાશે GIDCની સ્થાપના 2.43 ટકા સ્ટાર્ટઅપ હિસ્સા સાથે દેશમાં સ્ટાર્ટઅપ હબ બન્યું ગુજરાત-2014થી 2019 વચ્ચે સરેરાશ 12થી 15 ટકાના ધોરણે સ્ટાર્ટઅપમાં થઈ વૃદ્ધિ-વર્ષ 2016થી અત્યાર સુધી 140 કરોડની સહાય સ્ટાર્ટઅપ અંતર્ગત અપાઈ-ચાર હજારથી વધુ લોકોને મળી રોજગારીની તક. 3.પંચમહાલ, ગીરસોમનાથ, દેવભૂમિ દ્વારકા, બોટાદ, અને મોરબી જિલ્લામાં મેડિકલ કોલેજો શરૂ કરવા રાજ્ય સરકારની જાહેરાતથી પાંચેય જિલ્લાના લોકોમાં આનંદની લાગણી-5 કોલેજો માટે ,રાજ્ય સરકાર વિનામૂલ્યે ફાળવશે જમીન-તો વર્તમાન હૉસ્પિટલોનું કરાશે અપગ્રેડેશન. 4.કર્ણાટકના બે દિવસના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી.શ્રી શ્રી શિવકુમાર સ્વામીજીના મઠની મુલાકાત.સ્વામીજીની સ્મૃતિમાં રચાયેલા સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો.સંબોધનમાં નાગરિકત્વ સુધારા અધિનિયમ મુદ્દે વિપક્ષો પર પ્રહાર. 5.PM કિસાનનો ત્રીજો હપ્તો પ્રધાનમંત્રી કરી જાહેર-લગભગ 6 કરોડ લાભાર્થીઓને મળશે મદદ-પ્રવાસના પ્રથમ દિવસે પ્રગતિશિલ ખેડૂતોને PM આપશે કૃષિ કર્મણપુરસ્કારથી ેકરશે સન્માનિત. 6.ગુરુગોવિંદસિંહની જયંતિના અવસરે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ કર્યું નમન-મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અમૃતસરના ગોલ્ડન ટેમ્પલમાં દર્શન માટે પહોંચ્યા. 7.ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો-ભુજ, નલિયા, અમરેલી, રાજકોટ, કેશોદ, કંડલા અને કંડલા બંદરમાં ઠંડીનો પારો 10 ડિગ્રીથી નીચે ગગડ્યો- 7 ડિગ્રી સાથે ભુજ સૌથી ઠંડુ શહેર-તો આગામી બે દિવસ ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. 8.ચીન દ્વારા અર્થતંત્રને તેજી આપવા લેવાયેલાં પગલાંના કારણે આર્થિક પરિસ્થિતિ સુધરવાની આશાએ એશિયન શૅરબજારોમાં લેવાલી.ભારતીય શૅરબજારોમાં પણ ઉત્સાહ.સેન્સેક્સમાં 320 અંકનો ઊછાળો.નિફ્ટી વિક્રમજનક સપાટીની નજીક.