Samachar Live @ 4.00 PM | 29-09-2019
29-09-2019 | 5:33 pm
Share Now 1. ડુંગળીના વધતા ભાવ પર નિયંત્રણ લાવવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય- સરકારે ડુંગળીની નિકાસ પર તત્કાળ અસરથી મૂક્યો પ્રતિબંધ - કેન્દ્રિય મંત્રી રામ વિલાસ પાસવાને કહ્યું દેશમાં ડુંગળી મામલે કોઈ સંકટ નહિં
2.મન કી બાત કાર્યક્રમની ચોથી આવૃત્તિમાં પ્રધાનમંત્રીએ સિંગલ યુઝ પ્લાસ્ટિ વિરુદ્ધ સ્વચ્છતા અભિયાન ચલાવનારા યુવા બ્લોગર રિપુ દમનને તેમની પહેલ બદલ પાઠવ્યા અભિનંદન - યુવાઓને તમાકુ અને ઇ-સિગારેટનું સેવન ન કરવા કર્યું આહવાન
3.પ્રધાનમંત્રી એ ગાંધી જયંતિ અને સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણીની તૈયારીઓ માટે દેશવાસીઓને કરી અપીલ - સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને તેમના જન્મ દિવસે ફોન કરીને પાઠવી હતી શુભેચ્છા - તો દિવાળીની ઉજવણી લક્ષ્મી સ્વરૂપ દિકરીના સન્માન સાથે કરવા કર્યો અનુરોધ
4. અમેરિકાના ઐતિહાસિક પ્રવાસેથી સ્વદેશ પરત ફર્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું થયું ભવ્ય સ્વાગત - કહ્યું 130 કરોડ ભારતીયોના જોશ અને ઉત્સાહના કારણે વૈશ્વિક ફલક પર ભારતની થઈ પ્રશંસા
5. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ - મુખ્યમંત્રીએ જણાવ્યું હોદ્દો સ્વીકારનાર વ્યક્તિ પ્રતિષ્ઠા ઝંખે પરંતુ જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ સેવાની તક શોધે છે
6.આજે વલ્ડ હાર્ટ ડે- હૃદયરોગ મામલે અમદાવાદ ખાતે યોગ સેમિનાર, જનજાગૃતિ કાર્યક્રમ અને રેલીનું કરાયું આયોજન-કાર્યક્રમમાં નિષ્ણાતો એ હદયરોગથી બચવા યોગ, પ્રાણાયામ કરવા પર મૂક્યો ભાર
7.આદ્યશક્તિ જગત જનની માં જગદંબાની આરાધાનાના પર્વ નવરાત્રીનો થયો આજથી પ્રારંભ - યાત્રાધામ અંબાજી નીજ મંદિર માં વૈદીક મંત્રોચ્ચાર સાથે કરાયું ઘટ્ટ સ્થાપન- જ્યારે પાવાગઢ ખાતે માતાના દર્શન માટે ઉમટ્યો માનવ મહેરામણ