Security agencies alert US President Trump's visit to Ahmedabad | Samachar @4PM |15-02-2020
16-02-2020 | 3:25 pm
Share Now 1. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદ મુલાકાતને લઇને સલામતી એજન્સીઓ સતર્ક.અમદાવાદનું પોલીસ તંત્ર કરી રહ્યું છે સુરક્ષા માટે તડામાર તૈયારીઓ.મોટેરા સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં દોઢ કિલીમિટરના વિસ્તારમાં 28 પાર્કિંગ બનાવાશે.એરપોર્ટ અપાશે ડોનાલ્ડ ટ્ર્મ્પને અપાશે ગાર્ડ ઓફ ઓનર
2. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ટ્વીટ કરીને , ભારત પ્રવાસને લઇને વ્યક્ત કર્યો , ભારે ઉત્સાહ - અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વાગત માટે , અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ બન્યું સજ્જ.
3. અમદાવાદમાં RSS ના નવનિર્મિત ગુજરાત મુખ્યાલય , ડો. હેડગેવાર ભવનનું ઉદઘાટન કરતા , આરએસએસના રાષ્ટ્રીય વડા મોહન ભાગવત - 8 કરોડના ખર્ચે બન્યુ છે , આ નવનિર્મિત મુખ્યાલય.
4.. તુર્કીના રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીર વિશે આપેલા નિવેદનને , ભારતે આપ્યો રદીયો - તુર્કીને ભારતની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ના કરવા , અને તથ્યોની ઉચિત સમજ કેળવવા , કર્યું આહવાન.
5. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પોતાના સંસદિય ક્ષેત્ર , વારાણસીના પ્રવાસે - પ્રધાનમંત્રી શ્રી જગતગુરુ વિશ્વારાધ્ય ગુરુકુળના શતાબ્દી સમારોહના સમાપન કાર્યક્રમમાં, લેશે ભાગ - સાથે જ 3 જયોતિલીંગ , વારાણસી, ઉજજૈન , અને ઓમકારેશ્વરને જોડતી , મહાકાલ એક્સપ્રેસને બતાવશે , લીલી ઝંડી.
6.ચીનમાં કોવિડ-19નો કેર યથાવત - મૃત્યુઆંક 1500 ને પાર પહોંચ્યો- સંક્રમિત લોકોનો આંકડો 67 હજારે પહોંચ્યો- ઓલિમ્પિક સમિતિએ કહ્યું , કે રદ નહી થાય ટોકિયો ઓલિમ્પિક.
7.અરવલ્લીના ધનસુરા તાલુકાના આકરુન્દ ગામની સરકારી શાળા બની , ઉદાહરણરૂપ - ઓર્ગેનિક ખેતી, પુસ્તકાલય , અને ડિજિટલ શિક્ષણને લીધે શાળામાં વધી વિદ્યાર્થીઓની સંખ્યા - અનેક પુરસ્કારોથી સમ્માનિત થઇ ચૂકી છે , આ અનોખી શાળા..