Sensex Crumbles 1941 points due to Coronavirus and Yes bank| Samachar @ 4 pm| 09-03-2020
09-03-2020 | 5:55 pm
Share Now
1.યસ બેંક અને કોરોના વાયરસથી અસરથી શેરબજારમાં ભારે ઉથલપાથલ -સેન્સેક્સ 1941 જ્યારે અને નિફ્ટી પણ 538 અંક તુટ્યો-કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડાથી દુનિયાભરમાં હલચલ-2010 બાદ નો આ સૌથી મોટો કડાકો
2.કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યુ કે, ભારતમાં કોરોના વાયરસના કુલ 43 સંક્રમિતલોકો પૈકીના 3 થયા સાજા- ફ્રાન્સ, અમેરિકા અને સ્પેનમાં કોરોના વાયરસના વધતા કેસને લઈ સરકારે આ દેશમાંથી આવનારા યાત્રીઓ માટે એરપોર્ટ પર અલગથી એરોબ્રિજ બનાવવાનો કર્યો નિર્ણય.-ભારતમાં કોવિડ-19 થી મૃત્યુના સમાચારને આરોગ્ય વિભાગે નકાર્યુ
3.અમદાવાદમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે કોર્પોરેશનની ખાસ તૈયારીઓ -હોસ્પિટલોમાં ખાસ વોર્ડ કરાયા તૈયાર-અમદાવાદ સિવિલ ખાતે દાખલ થયૈલા 10 પૈકીના 9 લોકોનો રિપોર્ટ નેગેટીવ આવતા અપાઈ રજા-જ્યારે 1ના રિપોર્ટની થઈ રહી છે ઈન્તેજારી
4.યશબેંક મામલે મુંબઈમાં મોટાપાયે છાપેમારી-CBIએ યસ બેંકના સંસ્થાપક રાણા કપુર અને કેટલાક અન્ય સામે અપરાધિક ષડયંત્ર, છેતરપિંડી અને ભ્રષ્ટાચારના આરોપમાં કેસ કર્યો દાખલ-11 માર્ચ સુધી ઈડી કસ્ટડીમાં મોકલાયા.
5.સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ-દેશભરમાંથી આ સબસીડીનો લાભ લેનારા 64 ટકા પૈકીનો બે તૃતિયાશ હિસ્સો એકલા ગુજરાતનો-સંસદમાં પ્રશ્નોતરીકાળ દરમિયાન કેન્દ્ર સરકારના નવિન અને નવીનીકરણ ઉર્જા મંત્રીએ આપી માહિતી
6-આજે આસુરી શક્તિ પર ભક્તિના વિજયી સમા હોળીનું મહાપર્વ-હોલિકા દહનમાં પંચ ગવ્ય, ગુગળ, ગાયનું ઘી, સુકા લીમડાના પાન, સરસવ અને કપૂરની આહૂતિ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીનો જનતાને અનુરોધ-પંચ ગવ્યથી વાતાવરણમાં થાય છે શુદ્ધી.
7.ફાગણી પૂનમે ભગવાન રણછોડરાયના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર-ડાકોર જતા માર્ગો પર ગૂંજ્યો જય રણછોડ, માખણ ચોરનો નાદ-દ્વારકામાં ફુલડોલ ઉત્સવની તડામાર તૈયારીઓ-મોટી સંખ્યામાં ભક્તો કરશે ભગવાન દ્વારિકાધિશના દર્શન-દ્વારકા જતા માર્ગો પર શરૂ થયા ઠેર ઠેર સેવા કેમ્પો.
8-ડાંગ વન વિભાગના સહયોગથી ઓર્ગેનિક દરબાર મેળો યોજાયો-વિવિધ સ્ટોલ માં મહુડાનો સૂપ, મહુડાનો આઈસ્ક્રીમ, મશરૂમ સૂપ, મશરૂમ બિસ્કીટ એ જમાવ્યું આકર્ષણ - નાગલી, દેશી ચોખા, ઓર્ગેનિક કઠોળ, દેશી બિયારણ, કાજુ, વાંસના બનાવટની વસ્તુ, મશરૂમ પાવડર, સફેદ મૂસળી અને જંગલી વનસ્પતિ ઔષધિની થઈ મોટાપાયે ખરીદી