Statue of Unity to reopen from today |Mid Day News| 17-10-2020
Live TV
Statue of Unity to reopen from today |Mid Day News| 17-10-2020
17-10-2020 | 1:03 pm
1. બિહાર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની આજે થશે ચકાસણી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 ઓક્ટોબરથી બિહારના સાસારામથી કરશે શંખનાદ. રાજ્યમાં કરશે 12 રેલી.જ્યારે પટનામાં મહાગઠબંધન દળના તમામ સાથી ઘોષણા પત્ર કરશે જાહેર.
2.ગુજરાતમાં આઠ બેઠકોની પેટાચૂંટણીનો ધમધમાટ. આજે થશે ઉમેદવારી પત્રોની ચકાસણી. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ છે 19 ઓક્ટોબર.તો, 3 નવેમ્બરે તમામ 8 બેઠકો પર યોજાશે મતદાન અને 10 નવેમ્બરે હાથ ધરાશે મતગણતરી.
3. કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે વિશ્વ બેંક વિકાસ સમિતિની 102મી પૂર્ણ બેઠકમાં લીધો ભાગ. કહ્યું ભારતે કોરોના મહામારીના પ્રસારને રોકવા માટે લીધાં અનેક પગલાં.કોરોનાના સામાજિક અને આર્થિક પ્રભાવને ઓછા કરવા માટે કર્યા ઘણાં પ્રયાસો.
4.શ્રદ્ધા અને ભક્તિ સાથે આજથી આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિનો થયો પ્રારંભ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ ટ્વિટ કરીને પાઠવી શુભેચ્છા. અયોધ્યામાં આજથી શરૂ થશે રામલીલાનું મંચન.આજથી 25 ઓક્ટબર સુધી દરરોજ સાંજે 7 કલાકે ડીડી નેશનલ અને યુટ્યુબ પર પ્રસ્તુત થશે જીવંત પ્રસારણ.
5. શક્તિપીઠ અંબાજી, પાવાગઢ, ચોટીલા, બહુચરાજીના ભક્તો કરી રહ્યાં છે ઓનલાઈન દર્શન.તો, પાવગઢમાં ભક્તો માટે મુકાઈ વિશાળ LED સ્ક્રીન. અમદાવાદના મંદિરોમાં પણ જામી ભક્તોની ભીડ. મંદિરોમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે મંદિર પ્રશાસન દ્વારા કરાઈ વિશેષ વ્યવસ્થા. ભક્તો કરી રહ્યાં છે કોવિડ ગાઈડલાઈનનું પાલન.મુખ્યમંત્રી વિજય રુપાણીએ પણ પાઠવી નવરાત્રિની શુભેચ્છા.
6. દેશમાં કોરોનાના સંક્રમણનો સતત ઘટતો દર - છેલ્લા દોઢ મહિના બાદ પ્રથમ વખત સક્રિય કેસ 8 લાખથી નીચે નોંધાયા.દેશનો રિકવરી રેટ વધીને થયો 87.56 ટકા - જ્યારે મુત્યુ દર ઘટીને થયો 1.52 ટકા - અત્યાર સુધીમાં દેશમાં કુલ 65 લાખથી વધુ દર્દી થયા સાજા.
7. રાજ્યમાં ગત ચોવીસ કલાકમાં એક હજાર 191 પોઝિટિવ કેસ આવ્યા સામે. અમદાવાદમાં ત્રણ સહિત અગિયાર લોકોનું મૃત્યુ. ગઈકાલે પણ પોઝિટિવ કેસની સરખામણીમાં ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા વધી. 1279 દર્દીઓ થયા સાજા -
8.અરવલ્લીના નિવૃત જવાન બન્યા યુવાઓનો સહારો. નિવૃત જવાન ખેમાભાઈ મોરીએ યુવાનોની હિંમત વધારવા શરૂ કર્યો નિ:શુલ્ક તાલીમ કેમ્પ.આ કેમ્પ વેતન નહીં પરંતુ છે વતન માટે. કેમ્પમાં ટ્રેનિંગ લેનારા 2 યુવાઓની થઈ બીએસએફમાં પસંદગી.
9.આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું સ્ટેચ્યુ ઓફ યુનિટી. પ્રવાસીઓએ બુક કરાવવી પડશે ઓનલાઈન ટિકિટ. દરરોજ 5 સ્લોટમાં 2500 પ્રવાસીઓને અપાશે પ્રવેશ. કોવિડ 19ની ગાઈડલાઈનનું મુલાકાતીઓએ કરવું પડશે સંપૂર્ણપણે પાલન.