#SwachhSurvekshan2020 : Award for clean city to 4 cities of Gujarat | Mid Day News | 20-08-2020
20-08-2020 | 12:55 pm
Share Now 1...લગભગ બે દશક પહેલા પ્લેગની ગંદકીથી ગ્રસ્ત સુરતનો પુરષાર્થ-ઈન્દોર બાદ દેશનું બીજુ સૌથી સ્વચ્છ અને સુંદર શહેર બન્યું સુરત-સારા વિકાસ અને સ્વચ્છતાનું સુરતે પુરુ પાડ્યું ઉદાહરણ...
2...કોરોનાથી લડી રહેલા સુરતમાં સફાઈકર્મી કરી રહ્યા છે પડકારોનો સામનો-ગત છેલ્લા 24 કલાકમાં 238 નવા કેસ અને સાત મૃત્યુની મુશ્કેલી છતાં સફાઈની કવાયતમાં લાગી છે સરકાર, સમાજ અને ડૉક્ટર્સ-ગઈકાલ રાતથી આજ સુધી ડાયમંડ સિટીમાં વધુ 71 કેસ...
3..છેલ્લા 24 કલાકમાં 96 નવા કેસ અને 3 મૃત્યુ સાથે રાજકોટની પણ કોરોના સામે લડત-સૌરાષ્ટ્રના ભાવનગર અને જામનગરમાં પણ વધી રહ્યા છે સતત નવા કેસ-અમદાવાદમાં કોરોના વ્યાપ હાલ સ્થિર...
4..દેશભરમાં કોરોનાથી સ્વસ્થ થઈને ઘરે જનારા લોકોની સંખ્યામાં સતત વધારો-પરંતુ નવા વધતા કેસનો પડકારો યથાવત્-રેકોર્ડ ટેસ્ટ કરીને કોરોના રોકવાની રણનીતિ પર આગળ વધી રહી છે સરકાર...
5..આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી રાજ્ય ભાજપ રૂપાણી સરકારને બનાવી રહ્યું છે જનતાના પ્રત્યે જવાબદેહ-સપ્તાહમાં બે દિવસ સોમવાર અને મંગળવાર ભાજપના મુખ્યાલય કમલમ જઈને સરકારના મંત્રી પોતના કામોથી પાર્ટી કાર્યકરોને કરાવશે અવગત....
6..રાજ્યમાં અવિરત વરસાદથી જીવાદોરી નર્મદા ડેમની જળસપાટીમાં વધારો-આગામી ચોમાસા સુધી રાજ્યના લોકોને નહીં પડે
સિંચાઈ અને પીવાના પાણી તકલીફ-1200 મેઘાવોટના રિવર બેડ પાવર હાઉસ જલદી થશે શરૂ,,,
7..ગુજરાતમાં શ્રીકાર વર્ષાથી રાજ્યના અનેક ડેમના જળસ્તરમાં વધારો-તાપીના ઉકાઈ ડેમની સપાટી 333.92 ફુટે પહોંચી-નર્મદાના કરજણ ડેમની સપાટી 110.06 મીટર, જ્યારે ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમની સપાટી પહોંચી 603.65 ફુટ-પીવાના તથા સિંચાઈના પાણીની સમસ્યાનું આવશે મહદઅંશે સમાધાન....
8...દેશ સામે આદર્શ મોડલ પેશ કરતી ગાંધીનગરની રક્ષા શક્તિ યુનિવર્સિટી-સંગ્રહિત વરસાદી પાણીના ઉપયોગ અને તેના જમીન રિચાર્જિંગ માટે ટાંકી અને કેનાલની અનોખી વ્યવસ્થા...