Unseasonal rains falls in Saurashtra and South Gujarat | Samachar@11 | 10-12-2020
10-12-2020 | 12:39 pm
Share Now 1. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવા સંસદ ભવનનું કરશે ભૂમિ પૂજન - સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ નિમિત્તે , વર્ષ 2022 સુધીમાં તૈયાર થઈ જશે નવું ભવન - સંપૂર્ણપણે આધુનિક નવુ પરિસર હશે , આત્મનિર્ભર ભારતનું પ્રતિક.
2. બુધવારે કેન્દ્રીય મંત્રીમડળે, વાઈ ફાઈ નેટવર્ક ઈન્ટરફેસ PM-WANI અંતર્ગત , દેશમાં સાર્વજનિક Wi-Fi નેટર્વક દ્વારા, બ્રોડબેન્ડ ઇન્ટરનેટ સેવા પૂરી પાડવાના પ્રસ્તાવને આપી મંજૂરી - પ્રધાનમંત્રીએ કહ્યું આ યોજનાથી , વ્યાપારમાં સુગમતા અને જીવનની ગુણવત્તામાં થશે સુધારો - મંત્રીમંડળે , આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાને પણ આપી મંજૂરી.
3. દેશમાં કોરોનાના કેસોમાં થઈ રહ્યો છે સતત ઘટાડો - સક્રિય કેસોની સંખ્યા થઈ 3 લાખ 72 હજાર 293 - આ સાથે દેશનો રિકવરી રેટ થયો 94.74 - કોરોનાની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે , ગઈ કાલે યોજાઈ મહત્વની બેઠક - વેક્સિનના ઈમરજન્સી ઉપયોગની તાત્કાલિક મંજુરી માટે, નિષ્ણાંતોની પેનલ , ફરી કરશે ચર્ચા.
4. રાજ્યમાં કોરોનાનું ઘટ્યું સંક્રમણ - બુધવારે નોંધાયા એક હજાર 318 કેસ - અમદાવાદમાં 280, સુરતમાં 212 , અને વડોદરામાં 175 કેસ આવ્યા સામે. તો એક હજાર 550 દર્દીઓ કોરોનાને માત આપીને થયા સ્વસ્થ. જ્યારે વધુ 13 દર્દીઓએ કોરોનાને કારણે ગુમાવ્યો જીવ.
5. કોરોનાના સંક્રમણની સ્થિતિમાં , રાજ્યમાં હમણા નહીં યોજાય નગર પાલિકાઓની ચૂંટણી - મુદ્દત પૂર્ણ થઈ રહી હોય તેવી રાજ્યની 51 નગર પાલિકાઓના વહીવટી વડાને , રોજબરોજની કામગીરી વહન કરવા માટે , મુખ્યમંત્રીએ કર્યો આદેશ.
6. લાંબા સમયથી ચાલી આવતી પ્રાથમિક શિક્ષકોની માંગણીનો , રાજ્ય સરકાર લાવી સુખદ અંત. - 4, 200 ગ્રેડ પે ના મુદ્દે સ્થગિત કરેલો પરિપત્ર રદ કરવાનો , રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય.- શિક્ષકો ના ગ્રેડ પે માં સુધારો થતાં , 65 હજાર શિક્ષકો ને થશે ફાયદો.
7. ગીર સોમનાથ તથા તાપી જિલ્લાનાં ગ્રામીણ વિસ્તારોમાં , વાતાવરણ પલટાયુ - વાદળછાયા વાતાવરણથી ખેડૂતો ચિંતિત - ઘઉં, ચણા, બાજરી, તુવેર, ધાણા , જેવા શિયાળુ પાકને , કમોસમી વરસાદથી નુકશાનનો ભય.