અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં અમરાઈવાડીના સાક્ષીતા બહેનનું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. સાક્ષીતા બહેન છેલ્લા 10 વર્ષથી હ્રદયની સમસ્યાથી પીડાતા હતા.અને તેમનું હ્રદય માત્ર 20 ટકા જ કામ કરી રહ્યું હતું. ઓપરેશનની ત્વરિત જરૂરિયાત ઉભી થઈ પરંતુ પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી ઓપરેશનનો ખર્ચે તેઓ ઉઠાવી શકે તેમ ન હતા.
એવામાં સાક્ષીતા બહેનના પતિએ તત્કાલિન મુખ્યમંત્રી કાર્યાલયનો સંપર્ક કર્યો અને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મદદ માગી.અને આ કામ માટે તેમને અમરાઈવાડીના ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલે પણ ઘણી જ મદદ કરી.
આખરે મુખ્યમંત્રી કાર્યાલયમાં તેમની અરજી મંજૂર કરવામાં આવી અને રાહત ફંડ઼માંથી તાત્કાલિક નાણાંની ફાળવણી કરવામાં આવતા આખરે સાક્ષીતા બહેનનું સફળ ઓપરેશન થયું હતું.આ મધ્યમવર્ગિય આ મહિલાને ઓપરેશનની જરૂરિયાત છે, પરંતુ તેની આર્થિક સ્થિતિ સારી નથી તેવી સ્ટોરી એક માત્ર દૂરદર્શન પર પ્રસારિત કરવામાં આવી હતી.
જેના કારણે મુખ્યમંત્રીએ તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.હાલ મહિલાની સ્થિતિ એકદમ સ્વસ્થ છે.અને તેઓ હલન ચલન પણ કરી શકે છે.ત્યારે મહિલા સાક્ષીતા બહેન અને તેમના પરિવારજનોએ મુખ્યમંત્રી સાથે દૂરદર્શનનો પણ ખાસ આભાર વ્યક્ત કર્યો હતો.