આયુષ્યમાન ભારત - પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજનાનો લાભ સમગ્ર દેશમાં લોકો મેળવી રહ્યા છે. તો ગુજરાતમાં પણ લોકોને આ યોજના મદદરૂપ થઈ રહી છે. ખેડા જિલ્લા નડિયાદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી સંચાલિત ડોક્ટર એન્, ડી દેસાઈ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે આણંદ જિલ્લાના ડેમી ગામના 48 વર્ષના શકુંતલાબેને આ યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર મેળવી.
શકુંતલાબેનને છેલ્લા કેટલાક વખતથી શ્વાસની બીમારી હતી, અહીં તેમની સારવાર તો થઈ જ વિશેષમાં રહેવાનું અને જમવાની પણ સગવડ મળતા તેઓ કેન્દ્ર સરકારની આ યોજનાને આશીર્વાદરૂપ ગણાવે છે.
તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભરતભાઈ ભોઈની ત્રણ વર્ષની દીકરી દીપીકાને પેશાબમાં તકલીફ હતી. ઘણી સારવાર કર્યા છતા કોઈ પરિણામ ન આવતા તેઓ, આ હોસ્પિટલમાં આવ્યા બાદ તેમને આ યોજના અંગે જાણવા મળ્યું. આ યોજના અંતર્ગત દીપિકાની તમામ સારવાર નિઃશુલ્ક મળતા ભરતભાઈનો પરિવાર કેન્દ્ર સરકારનો આભાર માની રહ્યા છે.