વિશ્વ ઝામર સપ્તાહનું દર વર્ષે 11 માર્ચથી 17 માર્ચ દરમિયાન આયોજન કરવામાં આવે છે. આંખને સ્વસ્થ રાખવા માટે આંખને લગતા રોગો પ્રત્યે જાગૃતિ લાવવા અમદાવાદ નગર હોસ્પિટલ ખાતે ગ્લુકોમાં સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. નગર હોસ્પિટલ દ્વારા ઝામરના દર્દીઓની તપાસ અને સારવાર વિના મૂલ્યે કરવામાં આવ્યા હતા અને દવાઓ પણ મફત અપાઈ હતી.