પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસી સંદર્ભે પ્રધાનમંત્રીએ ગેસ્ટન બ્રાઉને વાત કરતા જણાવ્યું હતું કે, ન્યાયની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તુરંત જ મેહુલ ચોકસીને ભારતે સોંપી દેવામાં આવશે.
પ્રધાનમંત્રીએ ગેસ્ટન બ્રાઉને જણાવ્યું હતું કે, વિવિધ તપાસ એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી જ રહી છે. મેહુલ ચોકસી પાસે અપીલ કરવાના અધિકારો છે. કોર્ટના નિર્ણય મુજબ આ અધિકારનો ઉપયોગ કરી લીધા બાદ તેને તરત જ ભારતને સમર્પિત કરવામાં આવશે. એન્ટીગોનામાં મેહુલ ચોકસીની કોઈ જ જરૂર નથી.