1st instalment of Rs. 8873.6 crore for SDRF released in advance|Samachar @4PM| 01-05-2021
Live TV
1st instalment of Rs. 8873.6 crore for SDRF released in advance|Samachar @4PM| 01-05-2021
01-05-2021 | 4:38 pm
1....ભરુચની કોવિડ વેલ્ફેર હોસ્પિટલમાં ,ગઈ મધરાતે લાગી ભીષણ આગ...... સારવાર માટે દાખલ , 16 દર્દીઓના આગમાં થયા મૃત્યુ.... 40 થી વધુ દર્દીઓને અન્ય હોસ્પિટલોમાં કરાયા શિફ્ટ...... 12થી વધુ ફાયર બ્રિગેડની ટીમે , ભારે જહેમત બાદ બુઝાવી આગ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે , ઘટના અંગે વ્યક્ત કર્યુ દુઃખ ....
2.... ભરુચ હોસ્પિટલ ની આગની ઘટના અંગે , મુખ્યમંત્રી વિજય રુપાણીએ વ્યક્ત કર્યુ દુઃખ..... જીવ ગુમાવનારા દર્દીઓ, ડોક્ટરો , અને હોસ્પિટલ સ્ટાફ પ્રત્યે , વ્યક્ત કરી શોકની લાગણી..... મૃતકોના પરિજનોને રૂ. 4 લાખના વળતરની કરી જાહેરાત........ બે સિનિયર IAS અધિકારીઓને , સમગ્ર ઘટનાની ન્યાયિક તપાસ કરવાના આપ્યા આદેશ......
3.... કોવિડ રસીકરણ અભિયાનના ચોથા તબક્કાનો , આજથી થયો પ્રારંભ..... 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો લઈ શકશે, કોવિડ વેક્સિન... તમામ રાજ્યોએ રસીકરણ માટે ઉભી કરી વ્યાપક વ્યવસ્થા... કેટલાક રાજ્યોમાં આજથી ,, તો કેટલાક રાજ્યોમાં રસીની ઉપલબ્ધતા અનુસાર , બાદમાં થશે શરુઆત...
4.... અમદાવાદ, રાજકોટ, અને સુરત સહિત , રાજ્યના સૌથી વધુ સંક્રમિત 10 જિલ્લામાં શરુ થયું , રસીકરણ....... અમદાવાદમાં રસીકરણ માટે ઉભા કરાયા , 76 રસીકરણ સેન્ટરો..... તો સુરતના 8 ઝોનના કુલ 50 રસીકરણ કેન્દ્રો પર ,, 18 વર્ષથી 44 વર્ષના લોકોનું શરુ કરાયું રસીકરણ....
5.... રેમડેસીવિરની માંગને પહોંચી વળવા , ભારત સરકારે વિદેશથી મંગાવ્યા , 4 લાખ , 50 હજારથી વધુ ડોઝ...... 75 હજાર, રેમડેસીવીર ઈન્જેક્શનનો જથ્થો પહોંચ્યો ભારત..... આરોગ્ય મંત્રાલયે કહ્યુ, રેમડેસીવીરનો ઉપયોગ , માત્ર ડોક્ટરની સલાહથી જ કરવો ... હોમ આઈસોલેશનના દિશા-નિર્દેશોનું યોગ્ય પાલન થાય , તે જરુરી .....
6..... દેશમાં શુક્રવારે કોરોનાના નવા , 4 લાખ , 1 હજાર, 993 કેસ નોંધાયા ...... મહારાષ્ટ્રમાં 62 હજાર, 919 , , દિલ્હીમાં 27 હજાર 47 ,, આંધ્રપ્રદેશમાં 17 હજાર 354, અને તમિલનાડુમાં 18 હજાર, 692 નવા કેસ..... દેશમાં કુલ સક્રીય કેસ , 32 લાખ, 68 હજાર, 710.... તો શુક્રવારે 27 લાખ 44 હજાર 485 લોકોનું કરાયું રસીકરણ... અત્યાર સુધીમાં દેશમાં , કુલ 15 કરોડ 49 લાખથી વધુનું રસીકરણ ....
7.... કોવિડ સંક્રમણ નિયંત્રણ , અને સારવાર માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રીની વિદેશમાંથી આયાત પરનો ,, આઇ.જી.એસ.ટી વેરો રાજ્ય સરકારો ભોગવશે ..... મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.... રાજ્ય સરકારે મંજૂરી આપેલી હોસ્પિટલો અને સંસ્થાઓમાં ,, વિનામૂલ્યે અપાનારી આયાતી સાધન-સામગ્રીના આયાત પરના વેરાનું ભારણ ,, આયાતકાર પર નહી આવે...
8..... રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરનારાઓ સામે , રાજ્ય સરકારની લાલ આંખ..... ગૃહરાજ્ય મંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ કહ્યુ , ઈન્જેક્શનો અને દવાઓની કાળાબજારી કરનાર સામે ,, પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ એક્ટ જેવી , ગંભીર કલમો હેઠળ થશે કાર્યવાહી..... તો રાજ્યમાં શુક્રવારે નોંધાયા , કોરોનાના નવા 14 હજાર 605 કેસ... 173ના કોરોનાથી મૃત્યુ...... અમદાવાદમાં 5 હજાર, 391 , સુરતમાં 1 હજાર, 737 ,, અને વડોદરા શહેરમાં નવા 654 કેસ આવ્યા સામે....
9.... ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે ,, સી.એમ. ડેશબોર્ડના માધ્યમથી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ,, અને મુખ્યમંત્રી વિજય રુપાણીએ “મારૂં ગામ કોરોના મુક્ત ગામ” ના , રાજ્યવ્યાપી અભિયાન હેઠળ, વિવિધ ગામોના સરપંચ સાથે કર્યો સંવાદ.... આજથી ચોથા તબક્કાના રસીકરણ અભિયાનમાં , સૌથી વધુ સંક્રમણ ધરાવતા 10 જિલ્લાના યુવાનોને ,, વિનામૂલ્યે અપાશે રસી..... વૈક્સિન લેવા કોવિન પોર્ટલ પર , ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજિયાત ..
10...... સૌરાષ્ટ્ર - કચ્છમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાતા , રાજયના અનેક જિલ્લામાં આગામી 48 કલાકમાં , વરસાદ થવાની શક્યતા.... સાબરકાંઠા, અને બનાસકાંઠા જિલ્લામાં , 30 થી 40 કિ.મી.ની ગતિએ ફૂંકાઈ શકે છે પવન... નવસારીના વાંસદામાં કમોસમી માવઠું..... સાપુતારાના સરહદીય ગામોમાં પણ , કમોસમી વરસાદ ....