આજે વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ છે. આ દિવસ દર વર્ષો 24 માર્ચે સમગ્ર દુનિયામાં મનાવવામાં આવે છે. આ એક સંક્રામક બીમારી છે. જેના દર ત્રણ મિનિટે બે લોકો મૃત્યુ પામે છે. ક્ષય રોગ એટલે ટીબીના ફેલાવાનું સૌથી મોટું કારણ આ બીમારી અંગે લોકોમાં જાણકારીનો અભાવ. વિશ્વ ક્ષય રોગ નિવારણ દિવસ ઉજવવાનો ઉદ્દેશ છે. લોકોને આ બીમારીના વિષયમાં જાગૃત કરવા અને ક્ષય રોગ અટકાવવા માટે પગલાં ભરવા. આ બીમારી હવા દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. ટીબીના બેકટેરિયા શરીરના કોઈપણ ભાગમાં ટીબીનો રોગ કરી શકે છે. ટીબીના લક્ષણમાં છાતીમાં દુખાવો, ઉધરસ, તાવ, થાક અને નબળાઈનો અનુભવ, ગળામાં સોજો અને પેટમાં ગડબડ છે. ટીબીથી બચવા બે સપ્તાહ સુધી ઉધરસ રહે તો ડોક્ટરની સારવાર મેળવવી જરૂરી છે.