આતંકવાદને આશરો આપનાર પહેલાથી જ દુનિયાભરની ટીકા સાંભળનાર પાકિસ્તાન હવે વધુ મુશ્કેલીમાં મુકાયું છે. ઉચ્ચ સુત્રો અનુંસાર વૈશ્ર્વીક આતંકી નાણાકીય બાબતો ઉપર નજર રાખનાર એકમ FATF ના એક સમુહે ભલામણ કરી છે કે આતંકવાદના નાણાકીય પોષણ ઉપર કાબુ રાખવામાં નિષ્ફળ રહેવાને કારણે પાકિસ્તાન સંદિગ્ધ યાદીમાં એટલો કે ગ્રે લીસ્ટમાં રાખવામાં આવે. આ અંગે ઔપચારિક જાહેરાત 21 ફેબ્રુઆરી એ થશે. FATFના આંતરરાષ્ટ્રીય સહયોગ સમુહની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જો પાકિસ્તાન એપ્રિલ સુધી આ યાદીમાં રહે છે તો આપો આપ બ્લેક લીસ્ટમાં આવી જશે.