કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે BSFના 57માં સ્થાપના દિવસ પરેડમાં હાજરી આપી |Samachar @ 11AM | 05-12-2021
05-12-2021 | 11:09 am
Share Now 1.......કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો જૈસલમેર પ્રવાસનો આજે બીજો દિવસ.......BSF નાં 57માં સ્થાપના દિવસ પરેડમાં આપી હાજરી..... ગૃહમંત્રીએ પરેડ કાર્યક્રમનું કર્યુ નિરીક્ષણ...શહીદ પૂનમ સિંહને આપી શ્રદ્ધાંજલિ....દેશ માટે બલિદાન આપનારા વીર જવાનોને મરણોપરાંત પોલીસ શોર્ય ચંદ્રકથી કરાયા સન્માનિત
2....નવી દિલ્હી, રાજઘાટ ખાતે સ્વર્ણિમ હિમાચલ મહોત્સવનો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ કરાવ્યો શુભારંભ.... કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર અને હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુર રહ્યા ઉપસ્થિત... દિલ્હી NCRના હિમાચલ મૂળના લોકોએ,, આયોજિત કર્યો છે સમારોહ.. હિમાચલ મેરેથોનનું પણ કરાયુ આયોજન..
3...ચક્રવાતી તોફાન જવાદ સતત થઈ રહ્યું છે નબળું.... આજે બપોર સુધીમાં આંધ્રપ્રદેશ અને ઓડિશાનાં દરિયાકાઠે તકરાવાની શક્યતા.. 50 થી 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન.... ઘણાં જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા...
4...દેશમાં રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 127 કરોડથી વધુ રસીના અપાયા ડોઝ.... છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 8 હજાર 895 કેસ... તો શનિવારે રાજ્યમાં કોરોનાના નવા 44 કેસ આવ્યા.... જામનગરમાં Omicron વેરિએન્ટના કેસને પગલે, રાજ્ય સરકારે ટ્રેસિંગ, ટેસ્ટિંગ, અને ટ્રીટમેન્ટ પર ભાર આપવા આપી સૂચના...
5....મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયો મહેસાણાની ગણપત યુનિવર્સિટીનો 15મો પદવીદાન સમારોહ.... 78 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ સાથે, કુલ 3 હજાર 792 વિદ્યાર્થીઓને પદવી કરવામાં આવી એનાયત... મુખ્યમંત્રીએ કહ્યુ,, ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં, મોટું યોગદાન આપવામાં યુવાશક્તિ છે સક્ષમ..
6....ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહી છે બીજી ટેસ્ટ મેચ... ન્યૂઝીલેન્ડનાં ખેલાડી એજાઝ પટેલે ક્રિકેટનાં ઈતિહાસમાં દસ વિકેટ ઝડપનાર બન્યો ત્રીજો બોલર... ભારતે પલટવાર કરતાં ન્યૂઝીલેન્ડની પ્રથમ ઈનિંગ્સ 62 રનમાં સમેટાઈ.... તો ભારતે બીજી ઈનિંગ્સમાં કોઈ નુકસાન વગર બનાવ્ય 69 રન....
7..BWF World Tour Finals બેડમિન્ટન ટુર્નામેન્ટમાં,, આજે પી.વી.સિંધુ અને દક્ષિણ કોરીયાની An Seyoung વચ્ચે થશે ટક્કર... તો,, સિંધુએ સેમીફાઈનલમાં શાનદાર પ્રદર્શન સાથે, જાપાનની Akane Yamaguchiને આપી હતી મ્હાત..