દેશમાં ગઇકાલથી ટીબી વિરૂધ્ધ "ટીબી હારેગા દેશ જીતેગા" અભિયાનની શરૂઆત થઇ હતી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને નવી દિલ્હી ખાતે તેની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે ડો. હર્ષવર્ધને ઉત્તમ કામગીરી કરનારા સભ્યોને સન્માનિત કર્યા હતા. 50 લાખથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશ જ્યારે 50 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્યોમાં ત્રિપુરા અને સિક્કીમને પુરસ્કૃત કરાયા હતા.