દેશમાં અત્યાર સુધીનું કુલ 17,27,10,066 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું| Samachar @11AM| 11-05-2021
Live TV
દેશમાં અત્યાર સુધીનું કુલ 17,27,10,066 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું| Samachar @11AM| 11-05-2021
11-05-2021 | 11:29 am
1---દેશભરમાં ઓસરી રહ્યું છે કોરોના સંકટ... મહારાષ્ટ્ર, કેરળ અને કર્ણાટક સહિતના અનેક રાજ્યોમાં સતત ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ... આ તરફ રાજધાની દિલ્હી અને મધ્યપ્રદેશમાં પણ ગત 24 કલાકમાં નોંધાયેલા કોરોના કેસમાં જોવા મળ્યો ઘટાડો...
2---ભારતીય વાયુસેના દ્વારા અનેક રાષ્ટ્રોમાંથી તબીબી સંશાધન પુરવઠો લાવવાનું કાર્ય પૂરજોશમાં ચાલુ... ઇન્ડોનેશિયા અને સિંગાપુરથી ઓક્સિજન કન્ટેનર લઈને એરફોર્સનું વિમાન પહોંચ્યું ભારત.... ફ્રાન્સ અને નેધરલેન્ડથી લવાયેલા ઓક્સિજન જનરેટર સેનાની પશ્ચિમી કમાન્ડે ત્રણ કોવિડ હોસ્પિટલને કર્યા સમર્પિત...
3---દેશભરમાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે વેક્સિનેશન અભિયાન... અત્યાર સુધીના 17 કરોડથી વધુ લોકોને આપવામાં આવી કોરોનાની રસી... ગત 24 કલાકમાં 25 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ...જેમાં 18થી 44 વયના 5 લાખથી વધુ લોકો સામેલ...આ તરફ છેલ્લા 24 કલાકમાં નોંધાયા દેશમાં 3 લાખ 29 હજાર નવા કેસ...
4---ગુજરાતમાં છેલ્લા 24 કલાક નોંધાયા 11 હજાર 592 કોરોનાના નવા કેસ....તો, સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં 14 હજાર 931 દર્દીઓ થયા સ્વસ્થ....અમદાવાદમાં નોંધાયા સૌથી વધુ 3 હજારથી વધુ કેસ.. રાજ્યમાં 117 દર્દીઓના થયાં મૃત્યુ....સોમવારે 2 લાખ 7 હજાર 700 વ્યક્તિઓનું કરાયું રસીકરણ..
5---કોરોનાની સંભવિત ત્રીજી લહેરની સામે લડવા રાજ્ય સરકાર સજ્જ...કોવિડ ટાસ્કફોર્સના તજજ્ઞ તબીબો, મંત્રીઓ, વરિષ્ઠ સચિવોની ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, ત્રીજી લહેર સામે માઇક્રો પ્લાનિંગ સાથેનો ઘડવો પડશે એકશન પ્લાન....ત્રીજી વેવમાં ઓછા લોકો સંક્રમિત થાય, મૃત્યુદર પણ સાવ ઓછો રહે એ દિશામાં પ્રયત્નશીલ રહેવાની આવશ્યકતા....
6---કોરોનાકાળમાં માનવ સેવા એજ પ્રભુ સેવાને ચરિતાર્થ કરી રહ્યો છે ખેડબ્રહ્માનો પરિવાર... કોરોનાના દર્દીઓને 300થી વધુ ઓક્સિજન સિલિન્ડરની કરી મદદ... ખેડબ્રહ્મા ઉપરાંત ઈડર,હિંમતનગર,વડાલી તેમજ આસપાસના વિસ્તારોના અનેક લોકો લઈ રહ્યા છે લાભ..
7---કોરોના મહામારીના સંકટ સમયે અન્નદાન મહાદાનનું સુત્ર સાર્થક કરતા અનેક સેવાભાવી લોકો અને સેવાકીય સંસ્થાઓ....વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું જ્યાં બન્ને ટાઈમ દર્દીઓને અપાય છે વિનામૂલ્યે ભોજન...હોમ આઈસોલેટ દર્દીઓ માટે પણ રોજ 35 ગામડામાં પહોંચાડાય છે ટિફિન....તો બોટાદનું ગોપી મંડળ પણ વિવિધ હોસ્પિટલોમાં રોજના 300થી વધુ લોકોને પુરુ પાડી રહ્યું છે ભોજન....
8---આણંદ જિલ્લામાં આવેલી SVIT કોલેજના વિદ્યાર્થીઓનું અનોખું ઈનોવેશન...રિમોન્ટ કંટ્રોલથી સંચાલિત થતું અને સામાન્ય પક્ષીની જેમ પાંખો ફેલાવી ઉડી શક્તું ઓર્નિથોપ્ટર પક્ષી કર્યું તૈયાર...50થી 70 કિલોમીટર પ્રતિકલાકની ઝડપે ઉડી શક્તા આ પક્ષીમાં ફીટ કરાયા છે અત્યાધુનિક કેમેરા..કોઈ રન વે વીના ઉડી શક્તા આ પક્ષીનો ઘણી જગ્યાએ થઈ શકે છે ઉપયોગ...
9---વિશ્વના અનેક રાષ્ટ્રોમાં કોરોનાની સ્થિતિમાં થયો સુધારો... અમેરિકામાં ગત સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત નોંધાયા કોરોનાના ઓછા કેસ.... ફ્રાન્સમાં પણ જાન્યુઆરી બાદ પહેલી વખત કોરોનાના કેસમાં થયો ઘટાડો આ તરફ કોરોના સામેની જંગમાં મળી વધુ એક સફળતા... અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને બાળકો માટે ફાઇઝરની વેક્સિનને આપી મંજૂરી...