દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 43,071 કેસ નોંધાયા | Samachar @11AM| 04-07-2021
04-07-2021 | 11:07 am
Share Now 1--- ઉત્તરાખંડના 11મા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામી આજે સાંજે 5 કલાકે ગ્રહણ કરશે શપથ... ધામીએ જનસેવાને ગણાવી પોતાની પ્રાથમિકતા.. ઉધમસિંહ નગરની ખટીમા, વિધાનસભા બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય પણ છે ધામી...
2--- ઉત્તરપ્રદેશમાં જિલ્લા પંચાયત અધ્યક્ષની ચૂંટણીમાં ભાજપનો દબદબો... કુલ 75 બેઠકમાંથી રેકોર્ડ 67 બેઠક પર લહેરાયો ભાજપ અને સહયોગી દળનો પરચમ... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જીત બદલ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને તેમની ટીમને આપી શુભકામના...
3--- દેશમાં સતત કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો.... છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયા 43 હજાર 71 નવા કોરોના સંક્રમણ કેસ, જ્યારે 52,299 દર્દી થયા સ્વસ્થ.... તો 24 કલાકમાં 955 ના મૃત્યુ. રિકવરી દર વધીને 97.09 ટકા થયો,,.. દેશમાં અત્યાર સુધીમાં 35 કરોડ 12 લાખથી વધારે લોકોને અપાઈ કોરોનાની રસી...
4--- રાજ્યમાં હવે મહાનગરોમાં પણ ,, કોરોના સંક્રમણ કાબુમાં.. છેલ્લાં 24 કલાકમાં નોંધાયા નવા 76 કેસ.. 190 દર્દીઓ થયા સ્વસ્થ... 3 દર્દીના થયા મૃત્યુ, તો બીજી તરફ રાજ્યમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે રસીકરણ અભિયાન... છેલ્લાં 24 કલાકમાં 3 લાખ 30 હજારથી વધુ લોકોને અપાઈ વેક્સિન..
5--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ , ડ્રોન કેમેરા મારફતે રાજકોટના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કર્યું નિરીક્ષણ.... પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કામગીરીની કરી સમીક્ષા....જાન્યુઆરીમાં પ્રધાનમંત્રીએ રૂપિયા 118 કરોડ ખર્ચના લાઈટ હાઉસ પ્રોજેક્ટનું કર્યુ હતું ખાતમુહૂર્ત..
6--- ધોરણ 10 અને 12ના Repeater વિદ્યાર્થીઓની પરીક્ષા , 15 જુલાઈએ જ યોજાશે.... શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ કહ્યું, પરીક્ષાની તમામ તૈયારી થઈ પૂર્ણ.... તો, ગુજકેટની પરીક્ષા અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું,, JEE અને NEET ની પરીક્ષાઓની તારીખ જાહેર થયા બાદ ,, ગુજકેટની પરીક્ષાની તારીખો પણ થશે જાહેર..
7--- ખેડા જિલ્લાના નડિયાદના ત્રણ જાદુગરોએ જાદૂ ક્ષેત્રે વધાર્યુ ગુજરાત અને ભારતનું ગૌરવ... Vietnamમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય મેજિક શો સ્પર્ધામાં હાંસલ કર્યું પ્રથમ અને દ્વિતીય સ્થાન... વિશ્વના 100 જેટલા Magicianનો એ લીધો હતો ભાગ.. હવે 2022માં Thailandમાં યોજાનારી સ્પર્ધા માટે કરી રહ્યા છે તૈયારી...