વર્ષ 2019 એ વિદાય લીધી છે અને સમસ્ત વિશ્વે નૂતનવર્ષ 2020 ને વધાવી લીધું છે. સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈંયા નાયડુએ ટ્વીટ કરીને દેશવાસીઓને નૂતનવર્ષની શુભકામના પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2020 ના વર્ષના આગમનની શુભેચ્છા આપતા વર્ષ 2019 માં સરકારને મળેલી ઉપલબ્ધિઓનો વીડિયો શેર કર્યો હતો.