પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસની સફળ યાત્રા બાદ સ્વદેશ પરત ફર્યા-પોતાના પ્રવાસને રચનાત્મક બતાવતા પ્રધાનમંત્રીએ કહ્યું, આ યાત્રાથી રશિયા અને ભારત વચ્ચે વધશે ઘનિષ્ઠતા.
ઈસ્ટર્ન ઈકોનોમિક્સ ફોરમના મંચ પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત-રશિયાના સુદુર પૂર્વ ક્ષેત્રના વિકાસ માટે ભારત આપશે એક અરબ ડૉલરની લોન-એક્ટ ફોર ઈસ્ટની નીતિની શરૂઆત-કહ્યું, સુદુર પૂર્વ ક્ષેત્રનો વિકાસ ભારત-રશિયાના સંબંધોનો બનશે આધાર સ્થંભ.
રશિયન રાષ્ટ્રપતિ પૂતિને કહ્યુ, ભારત વગર પ્રભાવી નથી આંતરરાષ્ટ્રીય સંગઠન-G8 સમૂહની ફરીથી શરૂઆત માટે સભ્ય દેશોએ રશિયામાં સંમેલન આયોજિત કરવા માટે કર્યા આમંત્રિત.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી રશિયાના બે દિવસીય સફળ પ્રવાસથી સ્વદેશ પરત ફર્યા છે. પોતાના પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી એ વ્લાદિવોસ્તોક માં પૂર્વ આર્થિક મંચના પાંચમાં પૂર્ણ સત્રમાં ભાગ લીધો. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાના મલેશીયા અને મંગોલીયાના નેતાઓ સાથે દ્વિપક્ષિય બેઠક યોજી હતી. અને દ્વિપક્ષીય ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દે વિચાર વિમર્શ કર્યો હતો. પ્રધાનમંત્રીએ રશિયાના પ્રવાસને રચનાત્મક ગણાવ્યો છે. એક ટ્વીટમાં મોદીએ કહ્યું કે ધન્યવાદ રશિયા , આ પ્રવાસ ઘણો રચનાત્મક રહ્યો હતો. આ પ્રવાસના પરિણામે રશિયા અને ભારત વધુ નજીક આવશે. રાષ્ટ્રપતિ પુટીન સરકાર અને રશિયાના લોકોનો તેમના આતીત્થ સહકાર માટે આભાર.
રશિયાના પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વ્લાદિવોસ્તોકમાં પૂર્વી આર્થિક પંચના પાંચમાં પૂર્ણ સત્રને સંબોધીત કર્યું હતુ. આ સંમેલનને સંબોધન કરવાર તેઓ પ્રથમ પ્રધાનમંત્રી છે. પ્રધાનમંત્રી એ પૂર્વ આર્થિક મંચ રશિયાના સુદરપૂર્વ વિસ્તારને 1 બિલીયન ડોલરની ક્રેડિટ લાઇન ઉપસબ્ધ કરાવવાનૂ જાહેરાત કરી હતી. પૂર્વી આર્થિક મંચને સામેલ તમામ મુખ્ય નેતાઓએ ઘણા વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દે સવાલોના જવાબ આપ્યા હતા. નેતાઓને સ્વચ્છ ઉર્જા અને પરિવાર અંગે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ઉર્જા ઉપર ભા મુક્યો તેમણે ઉર્જા ના લક્ષ હાંસલ કરવા ઝડપથી આગળ વધી રહ્યો છ. પ્રધાનમંત્રીએ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહીત કરવા માટે ક્રોસ સબસીડી આપવાની વાત કરી હતી