નર્મદા મૈયાની પૂજા આરતી કર્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વિશ્વ વનનું લોકાર્પણ કર્યુ હતું.. અહીં સાત મહાદ્વિપમાંથી લાવેલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું છે. માટે જ આ ઉપવનને વિશ્વ વન નામ આપવામાં આવ્યું છે.. વિશ્વના જે પણ પર્યાવરણ પ્રેમી કે વન પ્રેમી છે તેને આ વિશ્વવન પર્યાવરણની બાબતમાં આકર્ષિત કરતું રહેશે. પ્રધાનમંત્રીએ અહીં અનેક વૃક્ષ અને તેની માવજત વિશે માહિતી માહિતી મેળવી હતી.. તેમજ અહીં ઘાસ અન વાંસમાંથી બનાવાયેલા તંબુમાં હળવી ક્ષણો પણ વિતાવી હતી.