રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી | Mid Day News | 19-9-2021
19-09-2021 | 12:58 pm
Share Now 1.. પંજાબ કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક થઈ હાલ પૂરતી સ્થગિત.. નવા મુખ્યમંત્રી મુદ્દે કોંગ્રેસ અનેક નામ પર કરી રહી છે વિચાર.. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે પોતાના પદ પરથી ગઈકાલે આપ્યું રાજીનામું.. રાજીનામું આપતા પંજાબમાં સર્જાયુ છે રાજકીય સંકટ...
2.. હરિયાણાના ગુરુગ્રામમાં ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ વિમોચન કાર્યક્રમમાં કર્યુ સંબોધન.. કહ્યું હિન્દી વગર હિન્દુસ્તાનમાં આગળ વધવું નથી સંભવ..... હું તમામ લોકોને કહું છું કોઈપણ ભાષાનો ન કરો વિરોધ.. તમામ ભાષા શીખવાનો કરો પ્રયાસ
3----ભારત પ્રવાસે આવેલા સાઉદી અરબના વિદેશ મંત્રીએ વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર સાથે નવી દિલ્હી ખાતે કરી મુલાકાત... બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર થઈ ચર્ચા...
4----સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે બનાવવામાં આવેલા ઈ શ્રમ પોર્ટલ પર એક કરોડથી વધુ લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન...શ્રમ અને રોજગાર મંત્રી ભૂપેન્દ્ર યાદવે તમામ શ્રમિકો માટે સામાજિક સુરક્ષાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતા દોહરાવી....
5.... દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 30 હજાર 773 કેસ.. જ્યારે 38 હજાર 945 દર્દીઓ થયા સાજા,.. તો 309 દર્દીઓના થયા મૃત્યુ.. જે પૈકી કેરળમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 19 હજાર 325 કેસ અને 143 દર્દીના થયા મૃત્યુ.. બીજી તરફ દેશમાં વિક્રમજનક 80 કરોડ 43 લાખથી વધુ અપાયા રસીના ડોઝ
6----રાજ્યમાં આગામી પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી - ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગહી...તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ રહેશે ભારે વરસાદ....રાજકોટનો આજી-1 ડેમ ઓવરફ્લો થતાં શહેરીજનોમાં જોવા મળ્યો આનંદ...પીવાના પાણીની સમસ્યાનો આવશે અંત....
7----દેશભરમાં અનંત ચતુર્દશી અને ગણેશ વિસર્જનની આજે ધુમ...10 દિવસના ગણેશ ઉત્સવના સમાપન પર સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહી છે અનંત ચતુર્દશી...ગણેશ વિસર્જન માટે કરવામાં આવી છે ખાસ તૈયારીઓ....અમદાવાદમાં પણ ગણેશ વિષર્જનને લઈ કરાઈ વિશેષ કૂંડની વ્યવસ્થા....
8----IPL 2021ના બીજા હાફનો આજથી થશે પ્રારંભ...UEAમાં યોજનારા આ તબક્કાના પ્રથમ મુકાબલામાં ચેન્નાઈનો સામનો મુંબઈની ટીમ સાથે થશે...લાંબા સમય બાદ ફરી IPL શરૂ થતાં ક્રિકેટ રસીકોમાં આગવો ઉત્સાહ....