રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ભારતીય રેલવેની વિશેષ ટ્રેનમાં દિલ્લીથી કાનપુર અને લખનઉ જશે...રાષ્ટ્રપતિની આ યાત્રા માટે ભારતીય રેલવે એક ખાસ ટ્રેન ચલાવી રહ્યું છે...આ ખાસ ટ્રેન આજે દિલ્લીના સફદરજંગ રેલવે સ્ટેશનથી રવાના થઈને કાનપુર અને લખનઉ જશે...રાષ્ટ્રપતિની યાત્રાને લઈ વિશેષ ટ્રેનમાં સુરક્ષાની સાથે સાથે તમામ પ્રોટોકોલનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે...ત્રણ દિવસીય યાત્રામાં રાષ્ટ્રપતિ અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે...યાત્રાના પ્રથમ દિવસે રાષ્ટ્રપતિ ઝીંઝક, રુડા થઈને કાનપુર સેન્ટ્રલ પહોંચશે...તો 26 અને 27 જૂને કાનપુર પ્રવાસ પછી 28 જૂને મહામહીમ લખનઉ રવાના થશે...15 વર્ષ પછી દેશના રાષ્ટ્રપતિ રેલ યાત્રા કરી રહ્યા છે... તો આ પહેલા વર્ષ 2003 અને 2006માં તત્કાલિક રાષ્ટ્રપતિ એ.પી.જે.અબ્દુલ કલામે રેલવેમાં ચંદીગઢ અને દહેરાદૂનની યાત્રા કરી હતી