સિંગોપારના પ્રવાસ દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીને સ્મરણાંજલિ આપતી તકતીનું અનાવરણ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ સિંગાપોરના ભૂતપૂર્વ વડાપ્રધાન ગો ચોક ટોંગની સાથે મળીને આ તકતીને ખુલ્લી મૂકી હતી. 1948માં જે સ્થળેથી મહાત્મા ગાંધીના અસ્થિનું વિસર્જન કરાયું હતું ત્યાં જ આ તકતી મૂકવામાં આવી છે.