મોદી સરકારના સ્વચ્છતા મિશનને દિવસે ને દિવસે સારો પ્રતિભાવ મળી રહ્યો છે. સ્વચ્છ ભારત અભિયાનમાં માત્ર શહેરો જ નહીં બલ્કે ગામડાઓ પણ જોડાઈ રહ્યા છે. ગામડાઓ એટલે ગંદકી એવી વ્યાખ્યા હવે ગુજરાતમાં બદલાઈ રહી છે.
મહાત્મા ગાંધી સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગુજરાત હવે ખુલ્લામાં શૌચ ક્રિયાથી પણ મુક્ત થયું છે. મોટી સંખ્યામાં ગામડાઓમાં શૌચાલયોનું નિર્માણ થઈ રહ્યું છે. લોકો સ્વચ્છતાના આગ્રહી બન્યા છે.