2 terrorists killed in encounter with Security Forces in Awantipora |Samachar @11AM| 9-4-2021
Live TV
2 terrorists killed in encounter with Security Forces in Awantipora |Samachar @11AM| 9-4-2021
09-04-2021 | 3:54 pm
1---- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વેક્સિનનો વેડફાટ અને રસીકરણથી સંકોચ અનુભવી રહેલાં લોકોને આપ્યો સંદેશ.... 11 થી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવ મનાવવાનું કર્યું આહ્વાન... તો લોકડાઉનથી બચવા અને જાગૃતતા વધારવાના હેતુથી પ્રધાનમંત્રીએ મુખ્યમંત્રીઓ સાથે કરી વાત, રાત્રિ કર્ફયૂને કોરોના કર્ફયૂ કહેવાની કરી અપીલ... 2--- પ્રધાનમંત્રી સાથે સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો ભાગ... મુખ્યમંત્રીએ રાજ્યમાં ટેસ્ટિંગ , ટ્રેકિંગ અને ટ્રિટમેન્ટની સ્ટ્રેટેજીને વધુ અસરકારક બનાવવાનું આપ્યું આશ્વાસન.. કહ્યું આરોગ્યકર્મીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સના રસીકરણમાં ગુજરાત દેશમાં સૌથી અવ્વલ...રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શન , તથા અન્ય જીવન રક્ષક દવાઓનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ 3----રાજ્યમાં પહેલીવાર કોરોનાના 4 હજારથી વધુ કેસ..... ગુરૂવારે નોંધાયા ઓલટાઈમ હાઈ 4 હજાર 21 નવા કેસ...તો, 2 હજાર 197 લોકો થયા સાજા....સુરત અને અમદાવાદમાં સ્થિતિ ચિંતાજનક....બંને શહેરોમાં નોંધાયા 1 જેટલા કોરોનાના કેસ....તો, સુરતમાં સૌથી વધુ 14 દર્દી સાથે કુલ 35 દર્દીઓએ ગુમાવ્યા જીવ....તો, એઈમ્સના ડીરેકટર રણદીપ ગુલેરીયાની ટીમ આવશે ગુજરાત.. 4.. છેલ્લાં 24 કલાકમાં કોરોનાના દેશમાં નોંધાયા 1 લાખ 32 હજાર 878 નવા કેસ, 802 દર્દીના થયા મૃત્યું.... સૌથી વધુ મહારાષ્ટ્રમાં નોંધાયા 56 હજાર 286 નવા કેસ.. તો છત્તિસગઢમાં પણ કોરોનાના કેસ 10 હજારને પાર... વધતા સંક્રમણના કેસને જોતા પંજાબ, દિલ્હી સહિત યુપીના કેટલાક જિલ્લાઓમાં લગાવાયુ લોકડાઉન તેમજ રાત્રિ કર્ફ્યૂ... 5..-કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું, દેશમાં 4 કરોડથી વધુ રસીકરણનો ડોઝ પુરતા પ્રમાણમાં... અત્યાર સુધીમાં દેશમાં 9 કરોડ 40 લાખથી વધુ લોકોનું કરાયું રસીકરણ.... તો કેન્દ્ર પર કેટલીક રાજ્ય સરકારો દ્વારા પ્રશ્નો ઉઠાવીને પોતાની નબળાઈને છુપાવવાનો કરાય રહ્યો છે પ્રયાસ... તો આજે મળશે મંત્રી મંડળની 24મી ઉચ્ચસ્તરીય બેઠક.,... 6--વિદેશ મંત્રાલયે કોરોના રસીની નિકાસ પર પ્રતિબંધ મુક્યાની વાતનું કર્યું ખંડન... કહ્યું દેશની જરૂરિયાત બાદ જ મોકલવામાં આવી રહી છે અન્ય દેશોને રસી... ભારતે અત્યાર સુધીમાં 80 થી વધુ દેશોને આપી છે કોરોનાની વેક્સિન... 7--પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નેધરલેન્ડના પ્રધાનમંત્રી સાથે વર્ચ્યુઅલ શિખર સંમેલનમાં લેશે ભાગ.. બંને નેતા દ્વિપક્ષીય સંબંધો પર કરશે વિસ્તારથી ચર્ચા... હાલમાં જ નેધરલેન્ડમાં સંસદની ચૂંટણીમાં પ્રધાનમંત્રી પદે માર્ક રૂટે ચૂંટાયા બાદ યોજાઈ રહ્યું છે આ સંમેલન... 8----નક્સલીઓએ કોબરા બટાલિયનના જવાન રાકેશ્વર સિંહ મન્હાસને કર્યા મુક્ત... 3 અપ્રિલે છત્તિસગઢના બીજાપુરમાં થયેલી અથડામણમાં દરમિયાન નક્સલિઓએ રાકેશ્વર સિંહનું કર્યુ હતું અપહરણ... કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાકેશ્વર સિંહ અને તેમના પરિવાર સાથે કરી વાતચીત...