43rd Goods and Services Tax Council meeting to take place today | Morning News| 12-10-2020
Live TV
43rd Goods and Services Tax Council meeting to take place today | Morning News| 12-10-2020
12-10-2020 | 8:23 am
1..રાજમાતા વિજયારાજે સિન્ધિયાના જન્મ શતાબ્દી વર્ષના અવસરે તેમના સન્માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 100 રૂપિયાનો સ્મારક સિક્કો કરશે જાહેર-પ્રધાનમંત્રીએ ટ્વિટ કરીને કહ્યું, કે તેમના મહાન વ્યક્તિત્વને શ્રદ્ધાંજલિ આપવાનો વધુ એક અવસર...
2..ભારત અને ચીનની વચ્ચે આજે LAC બોર્ડર પર તણાવ ઓછો કરવા માટે સાતમા તબક્કાની કોર કમાન્ડર સ્તરની બેઠક-પૂર્વ લદાખના ચુસુલમાં યોજાનારી આ બેઠકમાં બન્ને દેશ LAC પર સૈન્ય તણાવ ઓછો કરવાના ઉપાય માટે કરશે વાતચીત...
3..GST કાઉન્સિલની આજે યોજાનારી 43મી બેઠકમાં રાજ્યોને ક્ષતિપૂર્ણ આપૂર્તિ આપવાના મુદ્દા પર થશે ચર્ચા- 5 ઓક્ટોબરે યોજાયેલી બેઠકમાં આ મુદ્દા પર ન બની શકી હતી સહમતિ...
4...બિહારના ગયામાં ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાએ NDAની પ્રથમ ચૂંટણી રેલીને કરી સંબોધિત-RJD, કોંગ્રેસ પર જાતિ અને ધર્મની રાજનીતિ કરવાને લઈ કર્યા પ્રહાર-કહ્યુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે બદલી બિહારની તસ્વીર-ભાજપે વિધાનસભા ચૂંટણીને જોતા બીજા તબક્કાના ઉમેદવારોના નામ કર્યા જાહેર....
5...હાથરસ મામલે આજે DGP, અધિક મુખ્ય સચિવ, હાથરસના કલેક્ટર અને વરિષ્ઠ પોલીસ અધિક્ષક સહિત અનેક રાજ્યોના અધિકારી અલ્હાબાદની લખનઉ ખંડપીઠ સમક્ષ થશે હાજર-CBIએ કેસના આરોપીઓ સામે નોંધી ફરિયાદ..
6...રાજ્યમાં યોજાનારી 8 બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 7 ઉમેદવારના નામ-અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડાથી આત્મારામ પરમાર, કરજણથી અક્ષય પટેલ, કપરાડાથી જીતુ ચૌધરી, ડાંગથી વિજય પટેલ, ધારીથી જે.વી.કાકડિયા અને મોરબીથી બ્રિજેશ મેરજા ઉમેદવાર-તો લીંબડીના ઉમેદવારને લઈ હજુ મંથન-મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ ઉમેદવારોને પાઠવી શુભેચ્છાઓ...
7..રાજ્યની પાંજરાપોળોને સ્વાવલંબી અને આત્મનિર્ભર બનાવવા રૂપાણી સરકારે લીધા મહત્વના નિર્ણયો - પાંજરાપોળો પોતાના પશુધન માટે પોતાની માલિકીની જમીનમાં ઉગાડી શકશે ઘાસચારો- ટ્યૂબવેલ, સોલાર ઈલેક્ટ્રીકલ પેનલ, ઈરીગેશન સિસ્ટમ, રેઈનગન તથા પાણીની પાઈપલાઈન માટે પાંજરાપોળને મળશે સહાય...
8...દીવનો ઘોઘલા અને દ્વારકાના શિવરાજપુર બીચને સૌથી સ્વચ્છ બીચનું મળ્યું આંતરરાષ્ટીય બ્લુ ફલેગ સર્ટફિકેટ-ભારતના 8 બીચ સ્વચ્છતા અને માળખાગત સુવિધાના માપદંડો પર ઉતર્યા ખરા- બીચ પર આંતરરાષ્ટીય પર્યટનને મળશે વેગ- વિશ્વમાં હજી સુધી 50 દેશો પાસે જ છે આ સર્ટિફેકેટ...
9..રાજ્યમાં ગત છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1,181 કેસ -સૌથી વધુ સુરતમાં 261, અમદાવાદમાં 189 અને વડોદરામાં 129 કેસ-9 દર્દીના મૃત્યુ- જ્યારે 1 હજાર 413 દર્દી થયાં સ્વસ્થ-તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 89 હજાર 154 દર્દી સાજા થતાં રિકવરી રેટ પહોંચ્યો 86.17 ટકાને પાર-અત્યાર સુધી 8 કરોડ 68 લાખ 77 હજાર 242 નમૂનાઓની કરાઈ તપાસ...