75મા સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું |Samachar @11AM| 15-08-2021
Live TV
75મા સ્વાતંત્ર્ય દિવસ પર પ્રધાનમંત્રીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું |Samachar @11AM| 15-08-2021
15-08-2021 | 11:10 am
1--- દેશમાં ઉમળકાભેર આઝાદીના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી... પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની આન બાન શાન સમા તિરંગાને , લાલ કિલ્લાની પ્રાચિર પરથી ફરકાવીને આપી સલામી..પ્રથમ વાર એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા કરવામાં આવી પુષ્પવર્ષા -. તો રાજઘાટ ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના સમાધી સ્થળ રાજઘાટ પર પણ અર્પી પુષ્પાંજલિ....
2--- લાલ કિલ્લાની પ્રાચિર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી દેશની જનતાને કર્યું સંબોધન...કહ્યું, 21મી સદીના ભારતના સપના અને આકાંક્ષાઓને પૂરી કરવાથી કોઈ નહીં રોકી શકે... દેશની એકતાને ગણાતી સૌથી મોટી તાકાત....તો, કોરોના કાળમાં દેશના ઉત્તમ પ્રયાસને કર્યા યાદ
3--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌનો સાથ , સૌનો વિશ્વાસ અને સૌના વિકાસના સુત્રમાં ઉમેર્યુ સૌના પ્રયાસનો અભિગમ... કહ્યું, સૌનો પ્રયાસ જ આપણા લક્ષ્યોને પૂર્ણ કરવા માટે મહત્વપૂર્ણ... તો સાથે જ 100 લાખ કરોડના પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની કરી જાહેરાત..
4--- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 14 ઓગસ્ટના રોજ દેશના ભાગલા દરમ્યાન વિસ્થાપિત અને જીવ ગુમાવનારા લોકોના સંઘર્ષ અને બલીદાનની યાદમાં 'વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ મનાવવાનો કર્યો નિર્ણય- કહ્યું., દેશના વિભાજનના દર્દને ક્યારેય ભૂલી ના શકાય ... નફરત અને હિંસાને કારણે આપણા લાખો બહેનો અને ભાઈઓએ વિસ્થાપનની સાથે ગુમાવવો પડ્યો હતો પોતાનો જીવ...
5--- રાજ્યભરમાં ઠેર ઠેર સ્વાતંત્ર્ય પર્વની ઉમંગભેર ઉજવણી... રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરમાં ધ્વજવંદન કરી લોકજનતાને આપી શુભેચ્છા ... તો મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની જૂનાગઢમાં કરી ઉજવણી.. રાજ્યવાસીઓને શુભેચ્છા પાઠવતા કહ્યું, સાડા છ કરોડ ગુજરાતીઓનો પુરૂષાર્થ અને સરકારની દ્રઢ ઇચ્છાશક્તિ થકી ગુજરાત બન્યું દેશના વિકાસનું રોલ મોડલ...
6--- આઝાદી પર્વના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની અવસરે રાજ્ય સરકારે લોન્ચ કરી" વતન પ્રેમ યોજના "... મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, લોકો પોતાને ફાવે ત્યાં વતન પસંદ કરીને કરી શકશે વેપાર-રોજગાર... રાજ્ય સરકાર 40% રૂપિયા આપશે જ્યારે 60% રકમનું લોકોએ કરવાનું રહેશે રોકાણ - તો, ઉજ્જવલા યોજનાના" બીજા તબક્કામાં ગરીબોને 5 લાખ ગેસ કનેક્શન આપવાની કરી જાહેરાત
7--- નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પંચમહાલના ગોધરામાં કરી સ્વાતંત્ર્ય પ્રવની ઉજવણી... તો શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ કુમારે ભરૂચમાં કર્યુ ધ્વજવંદન... જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મંત્રી જયદ્રથસિંહ પરમારે રાષ્ટ્રધ્વજ ફરકાવીને આઝાદી પર્વ મનાવ્યો... તો અન્ય મંત્રીઓએ પણ વિવિધ જિલ્લાઓમાં આઝાદી પર્વની ઉજવણીમાં લીધો ભાગ....
8--- રસીકરણ અભિયાન અંતર્ગત દેશે બનાવ્યો નવો કિર્તીમાન... અત્યાર સુધીમાં 53 કરોડ 61 લાખથી વધુ લોકોને આપવામાં આવી વેક્સિન... તો છેલ્લાં 24 કલાકમાં દેશમાં નોંધાયા 36,083 નવા કેસ... જયારે રાજ્યમાં 25 નવા કેસ સામે 18 દર્દીઓ થયા સ્વસ્થ..