FONT SIZE
RESET
29-10-2020 | 8:34 pm
1. ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું 92 વર્ષની જૈફ વયે નિધન - અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં લીધો અંતિમ શ્વાસ - સંપૂર્ણ રાજકિયા સન્માન ગાંધીનગરમાં થયા તેમના અંતિમ સંસ્કાર
2. વર્ષ 1995 અને 1998થી 2001 સુધી ગુજરાતની સંભાળી હતી ધુરા - વર્ષ 1944માં જનસંઘથી સફર શરૂ કરી 6 વખત રહ્યા ધારાસભ્ય, બે વખત સાંસદ, નગરપાલિકાના સભ્ય અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે પણ આપી હતી સેવા.
3. કેશુબાપાના નિધન પર શોક વ્યક્ત કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ - ગુજરાતના રાજ્યપાલ તથા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ વ્યક્ત કરી દુઃખની લાગણી - ગુજરાત કેબિનેટે કરી એક દિવસના રાજકિય શોકની જાહેરાત - ભાજપે આજની પેટા ચૂંટણીના પ્રચાર માટેની તમામ જાહેર સભાઓ કરી રદ્દ.
4. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મહત્વની ડેમ પુનર્વસન અને સુધારણા કાર્યક્રમના બીજા અને ત્રીજા તબક્કાને અપાઇ મંજૂરી - રુ. 10 હજાર 211 કરોડના ખર્ચે આગામી દસ વર્ષમાં દેશના 736 ડેમોની સુરક્ષા અને સંચાલનમાં કરાશે સુધારો - ફરજિયાત પણે શણ મટિરીયલમાં પેકિંગ માટેના ધારા ધોરણોને પણ અપાઈ મંજૂરી
5. દેશમાં કોરોના સંક્રમણ આવી રહ્યું છે અંકુશમાં - હાલ 6 લાખ 3 હજાર 687 કેસ સક્રિય, જ્યારે કુલ 73 લાખ 15 હજાર 989 લોકો થયા સાજા - દેશનો રિકવરી રેટ થયો 90.99 ટકા - ICMRના રિસર્ચમાં સામે આવી ખૂબ મહત્વની બાબત - BCG રસીકરણથી વૃદ્ધોમાં વધે છે રોગ પ્રતિકારક શક્તિ જેથી ઘટે છે કોવિડ 19નું સંક્રમણ.
6. રાજ્યમાં સતત ઘટી રહ્યુ છે કોરોનાનું સંક્રમણ - છેલ્લા 24 કલાકમાં નોંધાયા નવા 980 કેસ - જ્યારે 1 હજાર 107 દર્દી સ્વસ્થ થતા રીકવરી રેટ થયો 89.97 ટકા - સવારથી અત્યાર સુધીમાં વડોદરામાં 96, નવસારીમાં 3 અને છોટા ઉદેપુરમાં નોધાંયા કોરોના સંક્રમણના 2 નવા કેસ.
7. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતી કાલથી બે દિવસની ગુજરાતની મુલાકાતે - 31 ઓક્ટોબરના રોજ યોજનારા એકતા દિવસના કાર્યક્રમમાં લેશે ભાગ - સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની સી પ્લેન સેવાનો કરાવશે શુભારંભ.
8. પ્રધાનમંત્રીના ડ્રીમ પ્રોજેક્ટ સમી સી પ્લેન સેવાની શરુઆત પૂર્વે વડોદરાના યુવકે બનાવ્યું મિની સી પ્લેન - બેટરીથી સંચાલિત આ પ્લેન પાણીમાં ચાલી શકે છે તેમજ ઉડી પણ શકે છે - મિની સી પ્લેન બનાવનારા યુવકે પ્રધાનમંત્રીને મળી પોતાનું આ સર્જન તેમને ભેટ આપવાની વ્યક્ત કરી ઈચ્છા